Stock Market Opening: શેરબજારની ધમાકેદાર શરૂઆત, સેન્સેક્સમાં 400 પોઇન્ટનો વધારો, નિફ્ટી 25000ને પાર
Stock Market Opening: સ્થાનિક શેરબજારમાં આજે જોરદાર તેજી સાથે શરૂઆત થઇ હતી. વૈશ્વિક સંકેતો મજબૂત છે
Stock Market Opening: સ્થાનિક શેરબજારમાં આજે જોરદાર તેજી સાથે શરૂઆત થઇ હતી. વૈશ્વિક સંકેતો મજબૂત છે અને અમેરિકન બજારોના સકારાત્મક સંકેતોના આધારે ભારતીય શેરબજારો પણ જોરદાર ઉછાળા સાથે ખુલ્યા છે.
Sensex rises 428.83 points to 81,951.99 in early trade; Nifty climbs 154.1 points to 25,072.55
— Press Trust of India (@PTI_News) September 12, 2024
શેરબજારની શરૂઆત કેવી રહી?
આજે ગુરુવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર શરૂઆત થઈ છે. BSE સેન્સેક્સે 407.02 પોઈન્ટ અથવા 0.50 ટકાના વધારા સાથે 81,930 પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આ સિવાય NSEનો નિફ્ટી 141.20 પોઈન્ટ અથવા 0.57 ટકાના જંગી ઉછાળા સાથે 25,059 પર ખુલ્યો હતો.
શેરબજારની શરૂઆત પહેલા જ આજે બજાર માટે શાનદાર શરૂઆતના સંકેતો હતા અને BSE સેન્સેક્સ 312.50 પોઈન્ટ અથવા 0.38 ટકાના ઉછાળા સાથે 81835.66 ના સ્તર પર રહ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 117.70 પોઈન્ટના વધારા સાથે 25036 પર ટ્રેડ કરી રહ્યો હતો.
ભારતીય શેરબજાર પર ગઈકાલની ઘટનાઓની સંભવિત અસર આજે જોવા મળશે
ભારતીય શેરબજારમાં આજે EV સંબંધિત શેર્સમાં ઉછાળો જોવા મળી શકે છે. બુધવારે કેન્દ્ર સરકારે EV એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ માટે 10,900 કરોડ રૂપિયાની સબસિડીની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ આજે EV શેર્સમાં વધારો થવાની ધારણા છે.દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પીએમ ઈ ડ્રાઈવ (PM E-DRIVE) યોજનાને મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દેશમાં ઇલેક્ટ્રિક મોબિલીટીને પ્રોત્સાહન આપવા માટે 10,900 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ યોજના હેઠળ ઈ ટુવ્હીલર્સ, ઈ થ્રી વ્હીલર્સ, ઈ એમ્બ્યુલન્સ, ઈ ટ્રક અને અન્ય ઉભરતા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 3679 કરોડની સબસિડી પણ આપવામાં આવશે. આ ઉપરાંત આ યોજના હેઠળ 24.79 લાખ ઈ-ટુવ્હીલર, 3.16 ઈ થ્રી વ્હીલર્સ અને 14,028 ઈ-બસને સપોર્ટ મળશે.
વૈશ્વિક બજારોની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન બજારોના ટ્રેડમાં ડાઉ જોન્સમાં 0.31 ટકાના વધારા સાથે કારોબાર બંધ થયો હતો. નાસ્ડેકમાં 2.13 ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે S&P500માં 1.07 ટકાના વધારા સાથે ટ્રેડિંગ બંધ થયું હતું. ગઈ કાલે યુએસ બજારોમાં ઑક્ટોબર 2022 પછી પ્રથમ વખત S&P અને Nasdaq એ 1.5 ટકાના ઇન્ટ્રાડે નુકસાનની ભરપાઇ કરી હતી.
RBI On HDFC Bank: HDFC બેંક સામે RBIની મોટી કાર્યવાહી, નિર્દેશોનું પાલન નહીં કરવા પર ફટકારી પેનલ્ટી