(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market Today: માર્કેટમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળીને 59,320 પર ખુલ્યો, નિફ્ટી 17,700ને પાર
નિફ્ટી પર આઇટી ઇન્ડેક્સ 2 ટકા વધ્યો છે. જ્યારે બેંક અને નાણાકીય સૂચકાંકો 1 ટકા ઉપર છે. રિયલ્ટી ઇન્ડેક્સ પણ 1 ટકાથી વધુ વધ્યો છે. ઓટો, એફએમસીજી, મેટલ અને ફાર્મા શેરોમાં પણ ખરીદારી છે.
Stock Market Today: શેરબજારમાં આજે જોરદાર મોમેન્ટમ જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ નિફ્ટી ઉપરની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. આજે નિફ્ટીમાં 1 ટકાના જબરદસ્ત વધારા સાથે ટ્રેડિંગ શરૂ થયું છે.
માર્કેટ ક્યા સ્તરે ખુલ્યું
BSE સેન્સેક્સ 503.16 પોઈન્ટ અથવા 0.86 ટકાના વધારા સાથે 59,320.45 પર ખુલ્યો હતો. આ સિવાય NSE નો નિફ્ટીએ 176.90 પોઈન્ટ્સ અથવા 1.01 ટકાની મજબૂતાઈ સાથે 17,711.65 પર ટ્રેડિંગ શરૂ કર્યું છે.
નિફ્ટીની ચાલ કેવી
કારોબારની શરૂઆતની 15 મિનિટમાં નિફ્ટી 17700 સુધી નીચે આવી ગયો છે. જોકે, આ સમયે તેના 50માંથી 46 શેરોમાં તેજી સાથે ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. બાકીના 3 શેરો ઘટાડા પર છે અને એક શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ બેન્ક નિફ્ટીની વાત કરીએ તો તે 411.10 પોઈન્ટના ઉછાળા સાથે 1.07 ટકાના વધારા સાથે 38,698 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
આજના કારોબારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. બેંક, ફાઈનાન્શિયલ અને આઈટી શેરોમાં જોરદાર તેજી છે. નિફ્ટી પર આઇટી ઇન્ડેક્સ 2 ટકા વધ્યો છે. જ્યારે બેંક અને નાણાકીય સૂચકાંકો 1 ટકા ઉપર છે. રિયલ્ટી ઇન્ડેક્સ પણ 1 ટકાથી વધુ વધ્યો છે. ઓટો, એફએમસીજી, મેટલ અને ફાર્મા શેરોમાં પણ ખરીદારી છે.
હાલમાં સેન્સેક્સ 568 અંક વધીને 59386 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 158 પોઈન્ટ વધીને 17692ના સ્તરે છે. હેવીવેઇટ શેરોમાં ખરીદી છે. સેન્સેક્સ 30ના તમામ 30 શેરોમાં તેજી છે. આજના ટોપ ગેનર્સમાં TECHM, WIPRO, TCS, INDUSINDBK, INFY, ICICIBANK, HCLTECH અને HDFC નો સમાવેશ થાય છે.
પ્રી-ઓપનમાં માર્કેટ કેવું હતું
આજના ટ્રેડિંગ દિવસે સારી પ્રી-ઓપનિંગ જોવા મળી છે. SGX નિફ્ટીમાં 195.50 પોઈન્ટ અથવા 1.11 ટકાનો ઉછાળો 17750ના સ્તરે જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 206.81 પોઈન્ટના વધારા સાથે 59024 પર ખુલ્યો હતો. NSE નો નિફ્ટી 90.25 પોઈન્ટ વધીને 17623.10 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.