કેન્દ્ર સરકારની આ સ્કીમમાં છેલ્લા એક વર્ષમાં 29 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું, જાણો કેટલું મળે છે વ્યાજ
માતાપિતા અથવા કાયદાકીય રીતે બનેલા વાલી કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેંકોમાં દિકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ ઓપન કરાવી શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાવમાં આવતી સુકન્યા સમૃદ્ધિ યોજના(SSY) લોકોને ખૂબ પસંદ પડી રીહ છે. નેશનલ સેવિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર આ યોજના અંતર્ગત મે 2021 સુધીમાં 1.05 લાખ કરોડ રૂપિયા લોકો દ્વારા જમા કરાવવામાં આવ્યા છે. વિતેલા વર્ષે મે અંત સુધીમાં આ રકમ 75,522 કરોડ હતી. એટલે કે છેલ્લા એક વર્ષમાં આ યોજનામાં રાકાણની રકમ અંદાજે 40 ટકા વધી છે. આ યોજનામાં મળનાર શાનદાર વ્યાજ અને ટેક્સ છૂટને કારણે લોકો પોતાની દીકરી માટે તેમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.
દીકરીની ઉંમર 10 વર્ષ થાય ત્યાં સુધી ખાતું ખોલાવી શકાય છે
જન્મથી 10 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી દીકરીના નામે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતું ખોલાવી શકાય છે. આ સ્કીમ અંતર્ગત બેંક અથવા પોસ્ટમાં ખાતું ખોલાવી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હાલમાં 7.6 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. તેમાં 250 રૂપિયામાં ખાતું ખોલાવી શકાય છે. તેમાં એક વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.
માતાપિતા અથવા કાયદાકીય રીતે બનેલા વાલી કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેંકોમાં દિકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ ઓપન કરાવી શકે છે. આ માટે તમારે ફોર્મ ભરવાનું રેહશે અને તમારી KYC ડીટેલ્સ પણ આપવાની રેહશે. દિકરીના બર્થ સર્ટીફીકેટની કોપી પણ ફોર્મ સાથે જ સબમિટ કરવાની રહેશે. તમામ પ્રકારની ડીટેલ્સને વેરીફાઈ કર્યા બાદ એકાઉન્ટ હોલ્ડરના એડ્રેસ પર એક પાસબૂક મોકલવામાં આવશે. NRI સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ લઈ શકતા નથી.
કોણ ઓપન શકે છે સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ?
ભારતનો કોઈપણ નાગરિક તેની દિકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ ઓપન કરી શકે છે.
આ એકાઉન્ટ 10 વર્ષથી ઓછી વયની દિકરી માટે ઓપન શકાય છે.
18 વર્ષની વય પછી દિકરી સ્વતંત્ર રીતે આ એકાઉન્ટનું સંચાલન પોતાની રીતે કરી શકે છે.
18 વર્ષની ઉંમર બાદ દીકરીના ઉચ્ચ શિક્ષણના ખ્ચ માટે 50 ટકા સુધીની રકમ ઉપાડી શકાય છે.
આ એકાઉન્ટમાં 15 વર્ષના સમયગાળા સુધી રોકાણ કરી શકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ મહત્તમ બે દિકરીઓ માટે જ ખોલવામાં આવી શકે છે.
આ સ્કીમ દ્વારા મોટી રકમ જમા થઈ શકે છે
સુકન્યા યોજનામાં હાલમાં 7.6 ટકા વ્યાજ મળે છે. આવો જાણીએ દર મહિને રોકાણ પર કેટલા રૂપિયા જમા થઈ શેક છે.
દર મહિને રોકાણ | 15 વર્ષ સુધી રોકાણ પર કેટલી રકમ મળશે | 20 વર્ષ સુધી રોકાણ પર કેટલી રકમ મળશે |
1000 રૂપિયા | 3.34 લાખ રૂપિયા | 5.61 લાખ રૂપિયા |
3000 રૂપિયા | 10.02 લાખ રૂપિયા | 16.82 લાખ રૂપિયા |
5000 રૂપિયા | 16.70 લાખ રૂપિયા | 28.03 લાખ રૂપિયા |
10,000 રૂપિયા | 33.04 લાખ રૂપિયા | 56.06 લાખ રૂપિયા |
નોંધઃ આ ગણતરી એક અંદાજ તરીકે આપવામાં આવી છે. સરકાર દર દર ત્રણ મહિને વ્યાજની સમીક્ષા કરે છે.