શોધખોળ કરો

UPI Payment: UPIથી ખોટી જગ્યાએ પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે ? ફટાફટ આ રીતે પરત મેળવો

તમે માત્ર થોડી જ સેકન્ડોમાં કોઈપણના ખાતામાં UPI પેમેન્ટ દ્વારા પૈસા મોકલી શકો છો. UPI પેમેન્ટ સાથે પેમેન્ટની ટેવ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.

UPI Payment:  તમે માત્ર થોડી જ સેકન્ડોમાં કોઈપણના ખાતામાં UPI પેમેન્ટ દ્વારા પૈસા મોકલી શકો છો. UPI પેમેન્ટ સાથે પેમેન્ટની ટેવ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. કોઈપણ બિલ ચૂકવવા અને પૈસા ટ્રાન્સફર કરવા ખૂબ જ સરળ બની ગયું છે.  પરંતુ જો તમે UPI દ્વારા ખોટો વ્યવહાર (ખોટુ UPI પેમેન્ટ) કરશો તો શું થશે ? ખોટા વ્યવહારો પછી ઘણા લોકો ચિંતિત રહે છે. પરંતુ આવા સમયે ગભરાવાની જગ્યાએ, તમે ફક્ત કેટલાક સરળ પગલાંને અનુસરીને તમારા પૈસા પાછા મેળવી શકો છો.

ખોટી જગ્યાએ UPI ચુકવણી થાય ત્યારે શું કરવું?

જો તમે ખોટી જગ્યાએ UPI પેમેન્ટ કરો છો, તો સૌથી પહેલા બેંકના ગ્રાહક સેવા કેન્દ્ર પર ફોન કરો. જો તમે ઈચ્છો તો UPI સેવા પ્રદાતાનો પણ સંપર્ક કરી શકો છો. ટોલ ફ્રી નંબર 18001201740 પર કોલ કરીને પણ ફરિયાદ કરી શકાય છે. જેમાં તમારે પેમેન્ટની તમામ માહિતી આપવાની રહેશે. આરબીઆઈએ પણ આ અંગે લોકોને જાણ કરી હતી. આરબીઆઈના નિયમો અનુસાર, તમે પહેલા તમારા પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરને ખોટા પેમેન્ટ વિશે જાણ કરીને ઝડપથી રિફંડ મેળવી શકો છો.

કસ્ટમર સર્વિસ પર સંપૂર્ણ વિગતો સમજાવો. રિવર્સ ટ્રાન્ઝેક્શનનું કારણ જણાવો. જેવું તમે તેમને જણાવશો કે ખોટી વ્યક્તિને પૈસા ગયા છે અને અનઓથોરાઈઝ્ડ ટ્રાન્ઝેક્શન છે. કસ્ટમર સર્વિસ સ્ટાફ તમારી સમસ્યાનું મૂલ્યાંકન કરવા માટે તમારા દ્વારા અપાયેલી જાણકારીનો ઉપયોગ કરશે.      

તમે અહીં પણ ફરિયાદ કરી શકો છો

જો તમે ઉકેલથી સંતુષ્ટ ન હોવ, તો તમે NPCI પોર્ટલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો. પોર્ટલ પર જઈને તમારે What We Do ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. જ્યાં તમને ઘણા વિકલ્પો મળશે. જેમાંથી UPI નો વિકલ્પ પસંદ કરો. હવે ફરિયાદ વિભાગ પર જાઓ અને બધી માહિતી દાખલ કરો. જેમાં તમારે તમારી બેંકનું નામ, UPI ID, ફોન નંબર, ઈમેલ આઈડી જેવી માહિતી ભરવાની રહેશે.

તમે લોકપાલને પણ ફરિયાદ કરી શકો છો

જો તમારી ફરિયાદના 30 દિવસ પછી પણ તમને પૈસા પાછા ન મળે, તો તમે બેંકિંગ ઓમ્બડ્સમેનને ફરિયાદ કરીને પૈસા પાછા મેળવી શકો છો.         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત

Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત

Embed widget