શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Vodafone-Idea આપશે મોટો ઝટકો, 1 ડિસેમ્બરથી મોંઘા કરશે તમામ પ્લાન
Vodafone-Idea એ એક નિવેદનમાં કહ્યું કે, અમારા કસ્ટમર્સને વર્લ્ડ કલાસ ડિજિટલ એક્સપિરિયન્સ મળતો રહે તે નિશ્ચિત કરવા માંગીએ છીએ. આ માટે 1 ડિસેમ્બરથી ટેરિફ વધારવામાં આવશે.
નવી દિલ્હીઃ Vodafone-Idea એ 1 ડિસેમ્બરથી ટેરિફ વધારાવની જાહેરાત કરી છે. તાજેતરમાં રિલાયન્સ જિયોએ IUCનો ઉલ્લેખ કરીને નોન જિયો કોલિંગ માટે રૂપિયા લેવાની શરૂઆત કરી છે. Vodafone-Ideaની સ્થિતિ હાલ સારી નથી અને આ ત્રિમાસિકમાં કંપનીને જંગી ખોટ ગઈ છે. બીજા ત્રિમાસિકમાં વોડાફોન-આઇડિયાને અત્યાર સુધીની સૌથી વધુ 502,921 કરોડની ખોટ થઈ છે. સરકાર તરફથી AGR વસૂલવામાં આવે છે અને આ કારણે કંપનીઓ પર બોજ વધી રહ્યો છે.
Vodafone-Idea એ એક નિવેદનમાં કહ્યું કે, અમારા કસ્ટમર્સને વર્લ્ડ કલાસ ડિજિટલ એક્સપિરિયન્સ મળતો રહે તે નિશ્ચિત કરવા માંગીએ છીએ. આ માટે 1 ડિસેમ્બરથી ટેરિફ વધારવામાં આવશે. ભારતમાં Vodafone-Ideaના 300 મિલિયન મોબાઇલ કસ્ટમર્સ છે.
કંપનીએ એક સ્ટેટમેન્ટમાં ટેરિફ વધારા માટે ટેલીકોમ સેક્ટર સ્ટ્રેસ કારણ ગણાવી કહ્યું કે, ટેલીકોમ સેક્ટરમાં જે તણાવ છે તે માટે તમામ સ્ટેકહોલ્ડર્સ સહમત છે. કંપનીએ સ્પષ્ટતા કરી નથી કે પ્લાનની કિંમત કેટલી વધારવામાં આવશે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે ટેરિફ હાઇકમાં પ્રીપેડ અને પોસ્ટ પેડ કસ્ટમર્સને આવરી લેવામાં આવશે.
Hero Splendor i Smart: દેશની પ્રથમ BS-6 બાઈક, ખરીદતા પહેલા જાણો 5 ખાસ વાત
શરદ પવારે શિવસેના સાથે મળી મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો વિગત
રાજ્યસભાનું 250મું સત્ર, PM નરેન્દ્ર મોદીના સંબોધનની 10 મોટી વાતો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
સુરત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion