શોધખોળ કરો
દાદરા નગર હવેલીમાં યાન બનાવતી ભીલોસા કંપનીના પ્લાંટમાં ભીષણ આગ, જુઓ LIVE VIDEO

દાદરા નગર હવેલીના રખોલી ગામે આવેલી યાન બનાવતી ભીલોસા કંપનીમાં પ્લાંટમાં ભીષણ આગ લાગી છે. ભીષણ આગના પગલે આસપાસ ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ દાદરા નગર હવેલી અને વાપીના ફાયર ફાઇટરોને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ ઘટના સ્થળે 3 થી વધુ ફાયરની ટીમો કામે લાગી છે. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે. પરંતુ હાલ હજુ આગ લાગવાનું કારણ જાણવા મળ્યુ નથી.
વધુ વાંચો





















