Cm Kejriwal in Surat: જો ગુજરાતમાં AAPની સરકાર આવશે તો 300 યુનિટ વીજળી ફ્રી અપાશે: કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સુરત પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Background
સુરતઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સુરત પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરત એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં 27 વર્ષના ભાજપ શાસનથી પ્રજા પરેશાન થઈ ગઈ છે. અમે ગુજરાતમાં આવ્યા છીએ. અને આવતીકાલે ટાઉનહોલ અને પ્રેસ કોંફરન્સમાં અમે ગુજરાતને શુ આપવાના છીએ તેની લોકોને જાણકારી આપીશું. ગુજરાતમાં જો આપ ની સરકાર બનશે તો શું એજન્ડા હશે તેની જાણકારી આપીશું. ગુજરાતની જનતાએ મને ખુબ પ્રેમ આપ્યો છે.
Delhi CM and AAP National Convenor @ArvindKejriwal reaches Surat ✈️
— AAP (@AamAadmiParty) July 20, 2022
Set to announce his FIRST GUARANTEE for Gujarat, tomorrow in a Press Conference. pic.twitter.com/HwhQ1fJhfh
AAPના સંયોજક કેજરીવાલ આજે સુરતમાં, દિલ્હી-પંજાબની માફક વીજળીને લઈને મોટી જાહેરાત કરી શકે છે.
I have come to Surat today & we'll do a press conference tomorrow. People of Gujarat have given us full support, they are tired of 27 years of BJP government in Gujarat. We will put our agenda in front of the people: Delhi CM and AAP convenor Arvind Kejriwal in Surat
— ANI (@ANI) July 20, 2022
(File pic) pic.twitter.com/H0s8nu7T4z
AAPનું મિશન ગુજરાત: રેવડીના નિવેદનનો આપ્યો જવાબ
થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેજરીવાલનું નામ લીધા વિના આપ પક્ષની નીતિ પર નિશાન સાંધતા મફતમાં રેવડી વેચવા મામલે નિવેદન કર્યું હતું. જેના જવાબ આપતાં કેજરીવાલે જણાવ્યું કે, આ રેવડી નથી ભગવાનનો પ્રસાદ છે. રાજ્યમાં સારી શિક્ષણ વ્યવસ્થા આપવી. હોસ્પિટલમાં સારી સુવિધા આપવી તે મફતની રેવડી નથી પરંતુ પાયાનું કામ છે અને ભગવાનનો પ્રસાદ છે”
દારૂબંધીને યોગ્ય રીતે કરાશે અમલી : CM કેજરીવાલ
સુરતમાં કેજરીવાલે જનસભાને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દારૂ અનેક રીતે વેચાઇ છે. જો આપની સરકાર ગુજરાતમાં આવી તો આ કાયદાની યોગ્ય રીતે અમલવારી કરવામાં આવશે,
AAPનું મિશન ગુજરાત, વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કવાયત
AAPનું મિશન ગુજરાત, વિધાસભાની ચૂંટણી જીતવા માટે કવાયત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભારે બહુમતીથી જીતવા માટે સુરતમાં અરવિંદ કેજરીવાલે કાર્યકરો સાથે સીધી વાત ચીત કરી હતી અને પાર્ટી દ્રારા જીત હાસિંલ કરવા માટે કેવા આયોજન કરવા તે અંગેની ચર્ચા વિચારણા કરી હતી.
સુરત: કેજરીવાલ આગમન ટાલે તેમના બેનરો કરાયા દૂર
સુરત કતારગામાં જ્યાં વીજળી સંવાદનું આયોજન કરાયું હતું આ જગ્યાની આસપાસ કેજરીવાલના બેનરો લગાવાયા હતા. તો કેટલીક જગ્યાએ કેજરીવાલની ગેરંટી મફત વીજળીના મુદ્દે બેનરો લગાવાયા હતા. જેને પાલિકા દ્રારા દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી




















