(Source: ECI/ABP News/ABP Majha)
ડૂબતી ખિસકોલીની મદદ માટે આગળ આવ્યો ડોગી, જીવ જોખમમાં મૂકીને પાણીમાં કૂદી પડ્યો, જુઓ વીડિયો
ખિસકોલીનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતો કૂતરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કૂતરો ખિસકોલીને બચાવવા માટે ડોગ નદીમાં કૂદી જાય છે. જુઓ વીડિયો
ખિસકોલીનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતો કૂતરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કૂતરો ખિસકોલીને બચાવવા માટે ડોગ નદીમાં કૂદી જાય છે. જુઓ વીડિયો
હાલ સોશિયલ મીડિયા પર શ્વાન માણસોને માનવતાના પાઠ ભણાવતો હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. આધુનિક સમયમાં જ્યાં લોકો પાસે એકબીજા માટે સમય નથી, આવી સ્થિતિમાં પ્રાણીઓને એકબીજાને મદદ કરતા જોઈને ખરેખર ભાવ જગત કેવું અદભૂત છે, તેનો ખ્યાલ ચોક્કસ આવે છે. હાલ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક કૂતરો પાણીમાં ડૂબતી ખિસકોલીને બચાવતો જોવા મળી રહ્યો છે.
Dog jumps & saves the life a squirrel that was getting drowned. All lives matter 🙏
— Susanta Nanda IFS (@susantananda3) March 6, 2022
🎥Yoda4ever pic.twitter.com/HIaJdwfuJT
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક કૂતરો પોતાના જીવની પરવા કર્યા વિના નદીમાં ડૂબતી ખિસકોલીને બચાવવા માટે પાણીમાં કૂદતો જોવા મળે છે. ખિસકોલીનો જીવ બચાવવા માટે કૂતરાના પ્રયાસને જોઈને દરેક લોકો આશ્ચ્ર્ય સાથે ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. આ સાથે યુઝર શ્વાનની મનમૂકીને પ્રશંસા કરી રહ્યા છે. આધુનિકિ યુગમાં પોતાની જાતથી આગળન ન વિચારતા લોકોને આ વીડિયો એક સંદેશ ચોક્કસ આપે છે.
આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં એક કૂતરો તેની બોટ પર તેના માલિક સાથે નદીમાં માછીમારી કરવા જઈ રહ્યો હોવાનું જોવા મળે છે. આ દરમિયાન, તે નદીમાં હલનચલન જુએ છે. જે પછી કૂતરો ખિસકોલીને પાણીમાં ડુબાડતી જુવે છે. જે પછી તે કંઈપણ વિચાર્યા વિના પાણીમાં કૂદી પડે છે અને ખિસકોલીને બચાવીને પાછી લાવે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
કૂતરાની આ મહેનત જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થવાની સાથે સાથે ઝડપથી વાયરલ પણ થઈ રહ્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી 31 હજારથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. આ સિવાય. 3 હજારથી વધુ યુઝર્સે તેને લાઈક કર્યો છે. યુઝર્સ આ ટ્વિટને રિટ્વીટ કરીને વધુને વધુ શેર કરી રહ્યા છે. યુઝર્સ જેના પર જુદી-જુદી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છો..