શોધખોળ કરો
Advertisement
ગાંધીનગર: અડાલજમાં 14 નબીરાઓ દારૂ પીધેલા ઝડપાયા, બહેનના લગ્નની ભાઈ મિત્રોને આપતો હતો દારૂની પાર્ટી
ગાંધીનગરના અડાલજના ત્રિમંદિર પાસે આવેલા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ દરમિયાન દારૂની મહેફિલ માણતા 14 નબીરાઓની અડાલજ પોલીસે ધરપકડ કરી
અમદાવાદ: ગાંધીનગરના અડાલજના ત્રિમંદિર પાસે આવેલા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ દરમિયાન દારૂની મહેફિલ માણતા 14 નબીરાઓની અડાલજ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે 9 દારૂની બોટલ, 14 મોબાઈલ અને 1 કાર કબ્જે કરી હતી. આરોપી કેવિન પટેલે બહેનના લગ્નની પાર્ટી આપી હતી.
અડાલજ પોલીસને બાતમી મળી હતી કે, ત્રિમંદિર રોડ પર સોહમ કોલ્ડ સ્ટોરેજ પાસે આવેલા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ ચાલી રહી છે જ્યાં ઘણાં યુવકો અને યુવીઓ ત્યાં બેઠા છે અને તેમાં ઘણાં લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બાતમીના આધારે અડાલજ પોલીસની ટીમે ગ્રાઉન્ડમાં દરોડા પાડ્યા હતાં. પોલીસે જ્યારે ગ્રાઉન્ડ પર દરોડા પાડ્યા ત્યારે ત્યાં દોડધામ મચી ગઈ હતી.
જોકે પોલીસે તમામની અટકાયત કરી હતી. જેમાં 14 જેટલા શખ્સો દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતાં. કેટલીક યુવતીઓ પણ ખુરશીમાં બેઠેલી હતી તેમની પણ તપાસ કરવામાં આવી હતી જોકે તે યુવતીઓએ દારૂ પીધો નહતો.
પોલીસે દારૂની 9 બોટલ, 7 ખાલી બોટલ, નમકીનના પડીકા કબ્જે કર્યાં હતા. ઘાટલોડિયાની ન્યૂ ઉમિયા વિજય સોસાયટીમાં રહેતા કેવિન પટેલે તેની બહેનના લગ્નની મિત્રો અને ફેમિલીને દારૂની પાર્ટી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement