શોધખોળ કરો

Gandhinagar: રાજ્યમાં અદ્યતન ટેકનોલોજી હેઠન બનશે 607 આંગણવાડી કેન્દ્ર,આ મટિરિયલ્સનો થશે ઉપયોગ

ગાંધીનગર: મુખ્યમંત્રી રાજ્ય સરકારના સાહસ GSPC અને તેની ગ્રુપ કંપનીઝ દ્વારા CSR અંતર્ગત નિર્માણ થનારી ૬૦૭ આંગણવાડી કેન્દ્રો-નંદઘરના નિર્માણનો ઈ-શુભારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.

ગાંધીનગર: નાના બાળકોને આંગણવાડીમાં ખુબ મજા આવે છે. ત્યાં બાળક પોતાના સમવયસ્કો સાથે જ્ઞાન સાથે ગમ્મત કરતા જોવા મળે છે. હવે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, અદ્યતન અને સુવિધા સભર  આંગણવાડી કેન્દ્રોનું નિર્માણએ વિકસિત ભારત @ ૨૦૪૭ના નિર્ધારમાં વિકસિત ગુજરાતથી અગ્રેસર રહેનારી ભાવિ પેઢીનો મજબૂત પાયો છે. 

મુખ્યમંત્રી રાજ્ય સરકારના સાહસ GSPC અને તેની ગ્રુપ કંપનીઝ દ્વારા CSR અંતર્ગત નિર્માણ થનારી ૬૦૭ આંગણવાડી કેન્દ્રો-નંદઘરના નિર્માણનો ઈ-શુભારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા. તેમણે આ નંદઘર- આંગણવાડી કેન્દ્રો નિર્માણનો ઈ-શુભારંભ નાણાં-ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ, મહિલા બાળ વિકાસ મંત્રી  ભાનુબેન બાબરીયા તથા મુખ્ય સચિવ  રાજકુમાર અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. 

મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે સંકલનમાં રહીને GSPC આ ૬૦૭ આંગણવાડી કેન્દ્રોનું લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ LGSF ટેકનોલોજીના ઉપયોગથી નિર્માણ કરવાની છે.  પીએમએ આંગણવાડીને નંદઘર અને આંગણવાડી કાર્યકર બહેનોને માતા યશોદા કહી છે ત્યારે આંગણવાડીમાં આવતા બાળકના ઘડતરમાં યશોદા માતા જેવા કર્તવ્યભાવથી બહેનો સેવારત રહે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, બાળકને આંગણવાડીમાં નિયમિત આવવાની પ્રેરણા થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ બનાવવું જોઈએ. 

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, દેશ આઝાદીની શતાબ્દી ૨૦૪૭મા મનાવતો હશે ત્યારે હાલ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો યુવા વયે પહોંચ્યા હશે.  આ યુવાશક્તિમાં રાષ્ટ્રહિત ઉજાગર થાય તેવા સંસ્કાર બાળપણથી જ કેળવવાનું અને ભાવિ પેઢીના ઉમદા ઘડતરનું કર્તવ્ય પોઝિટિવ-સકારાત્મક અભિગમથી નિભાવીને સમાજહિતની મળેલી તકને સાર્થક કરવા અને નકારાત્મકતા દૂર કરવા તેમણે પ્રેરક આહવાન કર્યું હતું. 

 GSPCના આ અભિગમની પ્રસંશા કરતાં એમ પણ કહ્યું કે, રાજ્ય સરકાર અદ્યતન અને સુવિધા સભર તથા ગુણવત્તાયુક્ત આંગણવાડીઓના નિર્માણ માટે પૂરતું ભંડોળ આપવા તત્પર છે. આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓનો ચિતાર રજૂ કરતાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી  ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ૫૩ હજાર જેટલી આંગણવાડી કાર્યરત છે, જેમાં ૪૫ લાખથી વધુ બાળકો, મહિલા તેમજ ધાત્રી મહિલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળી રહ્યું છે. ગુણવત્તાયુક્ત પોષણ અને શિક્ષણ આપી આપણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનો નિર્માણ કરીશું.

મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળક દેશનું ભવિષ્ય છે અને તેના જીવન ઘડતરનો મજબૂત પાયો નાખવાનું કામ આંગણવાડી કેન્દ્રો કરે છે. બાળકોના ઘડતરમાં કોઈપણ પ્રકારની અસુવિધા ન રહે તે માટે રાજ્ય સરકાર નિરંતર પ્રયાસ કરી રહી છે. તેના પરિણામે આજે રાજ્યમાં LGSF જેવી અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી નવનિર્માણ થનારા નંદઘરોને ટકાઉ અને વધુ ગુણવત્તાયુક્ત બનાવવાની શુભ શરૂઆત થઈ છે. 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ નંદઘરોના નિર્માણ માટે ભારત સરકાર દ્વારા મંજૂર કરાયેલી લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીની GSPC અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા લગભગ ૬ મહિનાના રિસર્ચ અને વિચાર-પરામર્શ બાદ પસંદગી કરવામાં આવી છે. આ અદ્યતન ટેકનોલોજીથી ભૂકંપ, ભેજ, આગ જેવી વિવિધ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલી શકે તે પ્રકારના નંદઘરો માત્ર ૬૦ દિવસમાં જ બનાવી શકાય છે. 

આ પણ વાંચો.....

નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
Embed widget