KALOL : ગૃહમંત્રી અમિત શાહે 750 બેડની PSM હોસ્પિટલનું ભૂમિપૂજન અને સ્વામિનારાયણ યુનિવર્સિટીના બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું
Amit Shah in Gandhinagar : સભાને સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સ્વામીનારાયણ સંપ્રદાયે સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યસનમુક્તિ એમ આ ચાર ક્ષેત્રોમાં ખૂબ ખંતથી કામ કર્યું છે.
Gandhinagar : ગાંધીનગરના કલોલમાં ગૃહમંત્રી અમિત શાહે (Union Home Minister Amit Shah) 750 બેડની PSM હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો અને સ્વામિનારાયણ યુનિવર્સિટીના બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે આ પ્રસંગે રાજ્યના શીક્ષણમંત્રી જીતુ વાઘાણી, જગદીશ પંચાલ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતા.
100 ICU બેડ સાથે 750 બેડની હોસ્પિટલનો શિલાન્યાસ
કલોલના સૈજ ખાતે ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah in Gandhinagar) સ્વામિનારાયણ યુનિવર્સિટીના નવા વહીવટી બ્લોકનું ઉદ્ઘાટન કર્યું અને 750 બેડની PSM મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો. આ તબક્કે તેમણે કહ્યું કે ધર્મની સાથે સાથે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સ્વામિનારાયણ સંસ્થાનું અજોડ યોગદાન છે. હું સ્વામિનારાયણ સંસ્થાને આ સેવાકીય કાર્ય માટે અભિનંદન પાઠવું છું.350 કરોડના ખર્ચે નિર્માણ થનારી PSM મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ હશે. તેમાં 100 ICU બેડ તેમજ સીટી સ્કેન, MRI, બ્લડ બેંક જેવી અન્ય સુવિધાઓ હશે.
ધર્મની સાથે સાથે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સ્વામિનારાયણ સંસ્થાનું અજોડ યોગદાન છે.
— Amit Shah (@AmitShah) July 1, 2022
કલોલ ખાતે શ્રી સ્વામિનારાયણ વિશ્વવિદ્યાલયના નવા વહીવટી બ્લોકનું ઉદ્ઘાટન કર્યું અને 750 બેડની PSM મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો. pic.twitter.com/Ms5eD5ZqJi
અમિત શાહના હસ્તે વેબ સાઈટનું લોન્ચીંગ
કલોલના સૈજ ખાતે ગૃહમંત્રી અમિત શાહે સ્વામિનારાયણ યુનિવર્સિટીના નવા વહીવટી બ્લોકનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાજ્યના શીક્ષણમંત્રી જીતુ વાઘાણી, જગદીશ પંચાલ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતા.સ્વામીનારાયણ સંસ્થાના સંતોએ આશીર્વચન આપ્યા હતા.અમિત શાહના હસ્તે વેબ સાઈટનું લોન્ચીંગ કરવામાં આવ્યુ હતું અને સ્વામિનારાયણ યુનિવર્સીટીની ડોક્યુમેન્ટરી ફાઈલ ઉપસ્થિત બધાને બતાવવામાં આવી હતી.
આજે દેશમાં 603 મેડિકલ કોલેજો કાર્યરત
આ પ્રસંગે સભાને સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સ્વામીનારાયણ સંપ્રદાયે સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યસનમુક્તિ એમ આ ચાર ક્ષેત્રોમાં ખૂબ ખંતથી કામ કર્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે 2013-14માં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા એ પહેલાં આ દેશમાં 387 મેડિકલ કોલેજો હતી અને આજે 603 મેડિકલ કોલેજો દેશમાં કાર્યરત છે.