શોધખોળ કરો

અમદાવાદમાં ગરીબ પરિવારોની સંખ્યા વધી, સરખેજના રોજાની પ્રવાસન સ્થળમાંથી બાદબાકી

દરિયાપુર વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં અમદાવાદ શહેર/જિલ્લામાં પ્રવાસન સ્‍થળોના વિકાસ માટે ફાળવેલ રકમ અંગે પ્રશ્ન પૂછી માહિતી માંગી.

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા કોંગ્રેસના સહપ્રવક્‍તા અને અમદાવાદના દરિયાપુર વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં અમદાવાદ શહેર/જિલ્લામાં પ્રવાસન સ્‍થળોના વિકાસ માટે ફાળવેલ રકમ અંગે પ્રશ્ન પૂછી માહિતી માંગી હતી. જેના લેખિત જવાબમાં રાજ્‍ય સરકારના પ્રવાસન મંત્રીએ જણાવ્‍યું કે, અમદાવાદ શહેર/જિલ્લામાં આવેલ પ્રવાસન સ્‍થળોમાં ધોળકા તાલુકાનું ગણેશપુરા મંદિર અને પરપોટિયા મહાદેવ મંદિર, અમદાવાદ શહેરમાં આવેલ સાબરમતી આશ્રમ, હરિજન આશ્રમ, ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત ખાદીગ્રામ ઉદ્યોગ અને સાબરમતી ગૌ શાળા અને વિકાસની કામગીરી, કોચરબ આશ્રમના વિકાસ માટે રૂ. ૨૫૧૦.૪૨ લાખની રકમ ફાળવી છે. જ્‍યારે અમદાવાદ શહેરમાં આવેલ ઐતિહાસિક સ્‍થળો જેવા કે સરખેજ રોજા, શાહેઆલમ દરગાહ, જામા મસ્‍જીદ જેવા પ્રવાસન સ્થળોનો સમાવેશ કરાયો નથી. શેખે સ્થળોનો પ્રવાસન સ્થળમાં સામેલ કરવાની માંગણી કરી હતી. અમદાવાદમાં  બે વર્ષમાં કેટલા BPL પરિવાર વધ્યા ? અન્‍ય એક પ્રશ્નમાં ખુદ સરકારે જ કબુલ કર્યું કે, અમદાવાદ શહેરમાં ગરીબ બી.પી.એલ. પરિવારોની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો થયો છે. વાયબ્રન્‍ટ ગુજરાતના અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં ૪૯૭ બી.પી.એલ. પરિવારોનો વધારો થયો છે. રાજ્ય સરકારે ST નિગમને કેટલું બસ ભાડું ચૂકવવાનું છે બાકી ? ગ્‍યાસુદ્દીન શેખના બીજા એક પ્રશ્નના જવાબમાં વાહનવ્‍યવહાર વિભાગે જણાવ્‍યું કે, રાજ્‍ય સરકારે સરકારી કાર્યક્રમો માટે ભાડે લીધેલ એસ.ટી. નિગમની બસોના ભાડા પેટે રૂ. એક કરોડથી વધારેની માતબર રકમ ચૂકવવાની બાકી છે. આ બાકી રકમ તાત્‍કાલિક એસ.ટી. નિગમને ચૂકવવા પણ શેખે માંગણી કરી હતી.

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે

IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

Post Office માં 5 વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ

Embed widget