શોધખોળ કરો

Rajya Sabha Election: ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીમાં કોણે ઉમેદવારી પરત ખેંચી? કોનું ફોર્મ કરાયું રદ્દ, જાણો

Rajya Sabha Election: થોડા દિવસ પહેલા ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટ સહિત કુલ 15 રાજ્યમાં 56 સીટ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.

Gujarat Rajya Sabha Election 2024:  ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે. અપક્ષ ઉમેદવારી કરનાર પરેશ મુલાણીનું ફોર્મ ધારાસભ્યોના સમર્થનના અભાવે રદ્દ કરાયું છે. ભાજપના  ચારેય ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. આવતીકાલે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. જ્યારે રજની પટેલ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવામાં આવી છે. રજની પટેલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના ડમી તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જે પી નડ્ડા સાથે ચારેય ઉમેદવાર બિનહરીફ રાજ્યસભાના સભ્ય તરીકે સંસદમાં જશે. આવતીકાલે બપોરે 3 કલાકે રાજ્યસભાના ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

27 ફેબ્રુઆરીના રોજ યોજાશે ચૂંટણી

થોડા દિવસ પહેલા ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટ સહિત કુલ 15 રાજ્યમાં 56 સીટ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. 15 રાજ્યની 56 રાજ્યસભા બેઠક પર 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. ચૂંટણીપંચે જણાવ્યું છે કે 56 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂર્ણ થશે, જેના પર 27 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે.

ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠક છે. એમાં લોકસભા ચૂંટણી વચ્ચે એપ્રિલ 2024માં ગુજરાત રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત્ત થતાં ચાર બેઠક ખાલી થશે. આ સભ્યોમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, જ્યારે કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિક સામેલ છે.

ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે કયા 4 નામ થયા છે જાહેર

ગુજરાતમાંથી ભાજપે યાદીમાં ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આ વખતે ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને જશવંતસિંહ સાલમસિંહ પરમારને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું 2022નું શું આવ્યું હતું પરિણામ

ડિસેમ્બર 2022 ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે કુલ 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતીને અભૂતપૂર્વ બહુમતી હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસે માત્ર 17 બેઠકો જીતી હતી, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) રાજ્યમાં તેની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં પાંચ બેઠકો જીતી હતી. તો ત્રણ બેઠકો અપક્ષ ઉમેદવારોએ જીતી હતી. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારે રાજ્ય વિધાનસભામાં ઓછામાં ઓછા 36 મત મેળવવા જરૂરી હોય છે.   

આ પણ વાંચોઃ

ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ કઈ યોજનાઓનું નથી અટકતું કામ? જાણો

1 કરોડ કરદાતાઓને મોદી સરકારની ભેટ; 1 લાખ રૂપિયા સુધીની ટેક્સ ડિમાંડ કરી માફ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Assembly Elections Results: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ PM મોદીનું સંબોધનJeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Embed widget