Gandhinagar: ચૂંટણી પહેલા આપ તુટ્યુ, વધુ એક આપ નેતા ભાજપમાં જોડાશે, જાણો કઇ ચૂંટણીમાં ભાજપને આપી હતી ટક્કર
વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતાનો પક્ષને વધુને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં લાગી ગયા છે
Gandhinagar: વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતાનો પક્ષને વધુને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં લાગી ગયા છે, આ મામલે હવે ભાજપ સૌથી આગળ છે, પહેલા કોંગ્રેસ નેતાઓને પોતાની સાથે લીધા બાદ હવે ભાજપની નજર આમ આદમી પાર્ટી પર છે, માહિતી છે કે, કોંગ્રેસ બાદ હવે ભાજપે આપને તોડવાનુ શરૂ કરી દીધુ છે. માહિતી છે કે, વર્ષ 2019માં આમ આદમી પાર્ટીના બાલાસિનોરના ઉમેદવાર રહેલા ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાશે. ઉદયસિંહ ચૌહાણે વર્ષ 2019માં આમ આદમી પાર્ટીની ટિકીટ પર ભાજપ સામે ચૂંટણી લડી હતી, હવે તે પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને BJPએ આપી મોટી જવાબદારી, જાણો મહત્વના સમાચાર
2023 લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેંદ્રમાં ફરી ભાજપ પ્રેરિત એનડીએની સરકાર પૂર્ણ બહુમતી સાથે બને તે માટે ભાજપ દ્વારા અત્યારથી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહીછે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલને લોકસભાની ચૂંટણી 2023 માટે પાંચ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામા આવી છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 5 લોકસભા બેઠકોની જવાબદારી
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 5 લોકસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે. કેંદ્રની મોદી સરકારના 9 વર્ષની થનારી ઉજવણીની જવાબદારી સોંપાઈ છે. ઉત્તરાખંડની 3 લોકસભા બેઠકોની ઉજવણીની જવાબદારી નીતિન પટેલને સોંપાઈ છે. ઉત્તરપ્રદેશની 2 લોકસભા બેઠકની ઉજવણીની તેમને જવાબદારી સોંપવામાં આવી છે. એક મહિના સુધી ચાલનારી ઉજવણી દરમિયાન નીતિન પટેલ યુપી અને ઉત્તરાખંડનો પ્રવાસ કરશે.
300થી વધુ નેતાઓને લોકસભાની ચૂંટણીની જવાબદારી
ભાજપ હાઈકમાન્ડ દ્વારા દેશભરમાં 300થી વધુ નેતાઓને લોકસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામા આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં એવું નિવેદન આપ્યું હતું કે, ભાજપ લોકસભાની આગામી ચૂંટણી 300થી વધુ બેઠકો જીતશે. તેમના આ નિવેદનને યથાર્થ કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતનાં પાંચ નેતાઓને લોકસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ઉતરાખંડની ટેહરી ગઢવાલ, હરિદ્વાર, ગઢવાલ અને ઉતર પ્રદેશની મુઝફરનગર અને કૈરાના એમ પાંચ બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.
વિજયભાઈ રૂપાણીને દિલ્હી લોકસભાની ત્રણ બેઠકોની જવાબદારી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી વિજયભાઈ રૂપાણીને દિલ્હી લોકસભાની ત્રણ બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ચાંદની ચોક, દિલ્હી નોર્થ, વેસ્ટ અને દિલ્હી સેન્ટ્રલ એમ ત્રણ બેઠકનો સમાવેશ થાય છે. જયારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ઉતરાખંડની ટેહરી ગઢવાલ, હરિદ્વાર, ગઢવાલ અને ઉતર પ્રદેશની મુઝફરનગર અને કૈરાના એમ પાંચ બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને પૂર્વ કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ઉપરાંત ભાવનગરનાં સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળને પણ લોકસભાની ચૂંટણી માટે અલગ-અલગ રાજયોની બેઠકો માટે જવાબદારી સોંપવામાં આવી છે.