ગાંધીનગરઃ યુક્રેનથી પરત આવેલા ગુજરાતી વિદ્યાર્થીઓનું CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
યુક્રેનથી પરત ફરેલા ગુજરાતના વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું અને યુક્રેનમાં ફસાયેલા છાત્રો વિશે જાણકારી મેળવી હતી
ગાંધીનગરઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનથી પરત ફરેલા ગુજરાતના વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું અને યુક્રેનમાં ફસાયેલા છાત્રો વિશે જાણકારી મેળવી હતી. નોંધનીય છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીય અને ગુજરાતી યુવા વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા અંતર્ગત સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે.
માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjpજી સહ ગુજરાત પરત આવેલ યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા વિદ્યાર્થીઓને તેઓના પરિવાર સાથે મળવાનું થયું. તમામ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ ફ્લાઇટમાં હેમખેમ વતન પરત લાવવા બદલ આદરણીય વડાપ્રધાનશ્રી @narendramodiજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. pic.twitter.com/89OMRQfOBi
— Jitu Vaghani (@jitu_vaghani) February 28, 2022
આ ઓપરેશન અંતર્ગત ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓ મુંબઇ અને દિલ્હી પહોંચ્યા હતા. ત્યારબાદ વોલ્વો બસ મારફતે આજે વહેલી સવારે ગુજરાતના વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પુષ્પ ગુચ્છ આપીને આવકાર્યા હતા અને તેમના ક્ષેમ કુશળ પૂછ્યા હતા
મુખ્યમંત્રીએ યુવાઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ રાજ્ય સરકાર તેમની મદદ માટે તત્પર છે તેનો સધિયારો વાલીઓને આપ્યો હતો. દરમિયાન શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ અગ્ર સચિવ હૈદર,ગાંધીનગર કલેકટર કુલદીપ આર્ય વગેરે હાજર રહ્યા હતા.
દરમિયાન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ગઇકાલે 50 જેટલા વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત ફર્યા હતા. 27 જેટલા વિધાર્થીઓ આજે દિલ્હી થી ગાંધીનગર પહોંચ્યા છે. આવતી કાલે પણ વધારાના વિધાર્થીઓ પરત આવી શકશે તેવી વ્યવસ્થા કરી છે. કોંગ્રેસ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રહી છે. યુદ્ધ ક્યારે થાય તે નક્કી નથી હોતું.
IND vs SL, 3rd T20:ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી વ્હાઈટવોશ કર્યો