શોધખોળ કરો

Gandhinagar: મહિલા ડોક્ટર ડિજિટલ અરેસ્ટ કેસમાં મોટો ખુલાસો, 19 કરોડ જે ખાતામાં ટ્રાન્સફર થયા તે 35 સામે 100 FIR

સાયબર સેલની તપાસમાં ખુલાસો થયો હતો કે મહિલા તબીબે જે ખાતામાં રૂપિયા આપ્યા તેની સામે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર 100થી વધુ ફરિયાદ થઈ છે

ગાંધીનગર મહિલા ડોક્ટર ડિજિટલ અરેસ્ટ કેસમાં મોટો ખુલાસો થયો હતો.  મહિલા તબીબના 19 કરોડ જે બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે 35 સામે 100 FIR નોંધવામાં આવી હતી. 35 બેન્ક એકાઉન્ટમાંથી એક ખાતું સુરતના લાલજી બલદાણિયાનું હતું. બેન્ક એકાઉન્ટ ચીટર ગેંગનો ભાડે આપ્યાની કુલ ત્રણ ફરિયાદ થઈ હતી. આ લાલજી બલદાણિયાના પોલીસે પાંચ દિવસના રિમાંડ મેળવ્યા હતા.  કમ્બોડિયાની ટોળકીના ઈશારે આયોજન બદ્ધરીત ડિજિટલ એરેસ્ટ અને ઈ-ખંડણીના અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા.

સાયબર સેલની તપાસમાં ખુલાસો થયો હતો કે મહિલા તબીબે જે ખાતામાં રૂપિયા આપ્યા તેની સામે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર 100થી વધુ ફરિયાદ થઈ છે. જેને લઈ ગુજરાત સાયબર ક્રાઈમે અન્ય રાજ્યની મદદ મેળવી હતી. સાથે જ આ ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. અત્યાર સુધીમાં મહિલા તબીબના 19 કરોડમાંથી એક કરોડ રૂપિયા ફ્રીઝ કરાવવામાં પોલીસને સફળતા મળી હતી. સાત રાજ્યની વિવિધ બેન્ક એકાઉન્ટમાં ગયેલી રકમ બચાવવા સાયબર ક્રાઈમની ટીમ હજુ પણ કાર્યરત કરી હતી.

ભારતમાં સૌથી વધારે ડિજિટલ અરેસ્ટનો સમય 40 કલાક સુધીનો છે અને સૌથી મોટી રકમ એક જ વ્યક્તિ પાસેથી સેરવી લીધી હોય તો એ 12 લાખની છે. ગાંધીનગરના મહિલા ડોક્ટરને ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ બનાવીને 19.24 કરોડ જેવી જંગી રકમ પોતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો ડિજિટલ અરેસ્ટનો આ કેસ ગુજરાતનો જ નહિ, ભારતનો સૌથી મોટો કેસ બની ગયો છે.

આ કેસમાં એક્ટિવ થયેલી પોલીસે સુરતથી લાલજીભાઈ જયંતીભાઈ બલદાણિયા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. મહિલા ડોક્ટરના કેસમાં લાલજીના ખાતામાં એક કરોડ ટ્રાન્સફર થયા હતા. ગાંધીનગરમાં રહેતા મહિલા ડોક્ટરને ઇન્ટરનેશનલ ગેંગ અને ભારતની ગેંગે સાથે મળીને 3 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રાખી હતી. આ ડિજિટલ અરેસ્ટ દરમિયાન તેને અલગ અલગ રીતે ડરાવવામાં આવી હતી. જેમાં તેને FEMA અને PMLA એક્ટ હેઠળ ભારતમાં ગુનો નોંધાશે, તેવી ધમકીભર્યા લેટર પણ મોકલવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ગેંગે સિનિયર સિટિઝન મહિલા ડોક્ટરને એવી રીતે ડરાવવાની શરૂઆત કરી કે, તમારા ફોનથી અપમાનજનક મેસેજ પબ્લિકલી વારંવાર પોસ્ટ થાય છે. તેથી તમારી સામે FIR દાખલ થશે. પછી તો ધીમે ધીમે અલગ અલગ રીતે સરકારી એજન્સીઓના નામના ખોટા લેટર મોકલી ઘરમાં પડેલું સોનું વેચાવી પૈસા પડાવ્યા હતા. બાદમાં લોકરમાં રહેલા સોના પર લોન લેવડાવી, એફડી તોડાવી અને વર્ષો પહેલા લીધેલા શેર પણ વેચાવી નાખ્યા હતા. આ બધામાંથી જે રૂપિયા આવ્યા તે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget