ગાંધીનગરઃ જન્મદિવસની પાર્ટી માટે એકઠા થયેલા ચાર યુવાનો કેનાલમાં ડૂબ્યા
ઘટનાને પગલે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી
ગાંધીનગરઃગાંધીનગરના દહેગામ રાયપુર પાસે નર્મદા કેનાલમાં ચાર યુવાનો ડૂબતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર ચાર યુવાનો જન્મદિવસની ઉજવણીને લઈને દહેગામ રાયપુર પાસે નર્મદા કેનાલ પાસે એકઠા થયા હતા. ઉજવણી બાદ ચારેય યુવાનો કેનાલમાં ન્હાવા પડતા ચારેય યુવાનો કેનાલમાં ગરકાવ થઇ ગય હતા. ઘટનાને પગલે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકોના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી.
Bharuch : ટ્રકની અડફેટે મોપેડ પર જતાં દંપતીના મોતથી અરેરાટી
ભરૂચઃ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક અકસ્માતમાં પતિ પત્નીનું મોત નીપજ્યું છે. ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત સર્વિસ રોડ ઉપર કન્ટેનર ચાલકે મોપેડને ટક્કર મારતા સોનગઢના દંપતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
તાપી જિલ્લાના સોનગઢ ખાતે રહેતા 45 વર્ષીય હીરાલાલ શાહ અને તેઓની પત્ની રીટાદેવી શાહ પોતાની મોપેડ નંબર-જી.જે.26.એ.સી. 7304 લઈ અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી ભરૂચ તરફ જતા સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ કન્ટેનર નંબર-જી.જે.06.એ.વી. 4402ના ચાલકે મોપેડ સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે શહેર પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Trending News: માતાની એક ભૂલથી પુત્રને થયું 3000 કરોડ રૂપિયાનું નુકસાન, ખુદ જણાવી બરબાદીની કહાની
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી