Gandhinagar: આજે પોલીસ શહીદ સંભારણા દિવસ, શહીદોને યાદ કરીને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ શું કર્યુ સંબોધન
ગાંધીનગરના કરાઇમાં આજે પોલીસ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આજે પોલીસ શહીદ સંભારણા દિવસ નિમિતે કરાઇ પોલીસ એકેડેમીમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
Gandhinagar News: આજે પોલીસ શહીદ સંભારણા દિવસ છે, આ નિમિત્તે આજે ગાંધીનગરમાં આજે પોલીસને શ્રદ્ધાંજલિ આપતો એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કરાઇ પોલીસ એકેડેમીમાં હાજરી આપી હતી. આજે ગુજરાતના 671 શહીદ પોલીસ જવાનોને આ પ્રસંગે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ગાંધીનગરના કરાઇમાં આજે પોલીસ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આજે પોલીસ શહીદ સંભારણા દિવસ નિમિતે કરાઇ પોલીસ એકેડેમીમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ જવાનને શ્રધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. પોતાના પ્રાણનું બલિદાન આપનાર પોલીસ જવાનોની શહાદતને વંદન કરવાના આશયથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના 671 શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
પોલીસ શહીદ સ્મૃતિ દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટુ નિવેદન આપ્યુ હતુ, તેમને કહ્યું કે, આજના દિવસે હું તમામ શહીદ જવાનોને વંદન સાથે શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. શહીદ જવાનો અને તેમના પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. પોલીસ ફૉર્સ દેશની અંદર સામાજિક દૂષણથી જનતાને સુરક્ષિત રાખે છે. તથ્ય પટેલે સર્જેલા અકસ્માતમાં મૃત્યુ પામનારા પોલીસ જવાનોને હર્ષ સંઘવીએ યાદ કર્યા હતા. નવરાત્રિમાં બંદોબસ્તમાં મોડી રાત્રી સુધી કામગીરી કરનાર જવાનોને યાદ કર્યા હતા. કોરોના કાળમાં ફ્રન્ટવૉરિયર તરીકે કામ કરનાર પોલીસ જવાનોને પણ યાદ કર્યા હતા. શાંતિ અને સલામતીમાં પોલીસનો સૌથી મોટો ફાળો છે. આજે એક દિવસ પોલીસ જ્યાં મળે ત્યાં તેમને સલામી આપીએ તેવી વિનંતી કરી છે.
પોલીસ શહીદ સ્મૃતિ દિવસે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મોટું નિવેદન આપ્યુ હતુ. તેમને કહ્યું કે, આજનો નવરાત્રીનો 7મો દિવસમાં કાલરાત્રી તરીકે ઉજવાય છે. 1959 ચીનના ગોળીબારમાં પોલીસકર્મીઓ શહીદ થયા હતા, ત્યારથી દર વર્ષે 21મી ઓક્ટોબર પોલીસ શહીદ સ્મૃતિ દિવસ મનાવાય છે. પોલીસ જવાનોની શહાદતને વંદન કરું છું. પોલીસ હર હંમેશ ખડેપગે રહી ફરજ નિભાવતા હોય છે. આપત્તિની પરિસ્થિતિ, તહેવારો હોય કે કોઈ ઇવેન્ટ હોય ત્યારે પોલીસ ફરજ બજાવે છે. આપત્તિના સમયે લોકોને સલામત સ્થળે લઈ જઈ પોલીસ જોખમી જગ્યાએ ફરજ નિભાવે છે. અન્યના સુખ માટે પોલીસ જવાન પોતાના સુખનો વિચાર નથી કરતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરેલી આપિલનો અમલ થાય તે જરૂરી, ગુજરાત દેશનું ગ્રૉથ એન્જિન બન્યું તેમાં મોટું યોગદાન પોલીસનું છે, સરકાર તરીકે પોલસ અને પોલીસ પરિવાર સાથે રહ્યા છીએ અને જરૂર પડે ત્યારે ઉભા રહીશું.