ગુજરાતના 10 IAS અધિકારીઓની સાગમટે થઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા?
એમ. કે. દાસની અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. બંદરો અને વાહન વ્યવહારનો કાયમી ચાર્જ અપાયો છે. સી. વી. સોમને નર્મદા અને જળ સંપત્તિ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ અપાયો છે.

ગાંધીનગરઃ રાજ્યના 10 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રૂપાણી સરકારમાં કામ કરી ચુકેલા મનોજ દાસ, અશ્વની કુમારને પોસ્ટિંગ અપાયું છે. જે.પી. ગુપ્તાને નાણા સચિવ બનાવાયા છે. તો મિલિંદ તોરવણને જીએસટીનો વધારો ચાર્જ સોંપાયો છે. અશ્વની કુમારને રમત-ગમત વિભાગના સચિવ બનાવાયા છે. જ્યારે અવંતિકાસિંગને જીઆઇડીબીનો સીઇઓનો વધારો હવાલો અપાયો છે.
એમ. કે. દાસને બંદરો અને વાહન વ્યવહાર અધિક મુખ્ય સચિવ બનાવાયા છે. સી. વી. સોમને નર્મદા અને જળ સંપત્તિ અધિક મુખ્ય સચિવનો ચાર્જ અપાયો છે. જે. પી. ગુપ્તાને અગ્ર સચિવ નાણાં વિભાગમાં બદલી આપવામાં આવી છે. આ સિવાય અશ્વની કુમારને સ્પોર્ટસ યુથ અને કલ્ચર એક્ટિવિટી વિભાગના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. આ સાથે તેમને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર જનરલનો વધારોનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે.
આ સિવાય બી.એ. શાહને બોટાદ કલેક્ટર બનાવવામાં આવ્યા છે. એસ. છાકછુઆકને ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સીના ડિરેક્ટરનો વધારનો ચાર્જ અપાયો છે. કમલ એન. શાહને એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર બનાવાયા છે. જ્યારે તુષાર સુમેરાને ભરુચના કલેક્ટર બનાવયા છે.


ગાંધીનગરઃ મુખ્યમંત્રીએ રબારી સમાજને કહ્યુ, 'જે કામ હોય તે લાવો, કામ કરવા તત્પર છીએ'
ગાંધીનગરઃ આજે મુખ્યમંત્રીએ તરભ વાળીનાથની મુલાકાતે ગયા હતા. આ સમયે તેમણે કહ્યું કે, રબારી સમાજના અમદાવાદના રબારી સમાજના ઘણા મિત્રો છે. સમાજના જે કામ હોય તે લાવો, અમે કામ કરવા તતપર છીએ. બાકી સાચું ખોટું નક્કી અમારે કરવાનું છે. ખોટું કામ હશે એ નથી થવાનું. રબારી સમાજે આજે ખૂબ પ્રગતિ કરી છે. રબારી સમાજ સાથે સરકાર કાયમ સાથે રહ્યો છે. સમાજના કામ કરવા એ અમારી ફરજ છે. તમારે જે કામ પડે એ કરાવો.
અમે સાચું ખોટું અમે જોઈ લઈશું. ખોટું કામ કરવાનું થતું નથી. પણ તમારે ગભરાવાની જરૂર નથી. તમે લિસ્ટ બનાવો કેટલું કામ જોઈએ છે. પણ પર્સનલ કામ નહીં સમાજનું કામ હો. તમારા બધા વડીલો સાથે મારે મળવાનું થયું હશે. મારો સમાજ સાથે નાતો છે. ઝગડો થાય અને કેવી રીતે વાણિયા થઈને ધીમી રીતે પૂરું કરી દેવું એ રબારી સમાજ પાસે શીખવા જેવુ છે.




















