શોધખોળ કરો

Gujarat Politics: ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિ પહેલા ત્રણ અપક્ષ ધારાસભ્યોએ કરી ગુપ્ત બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ત્રણ અપક્ષે ગુપ્ત બેઠક કરતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. બાયડથી વિજેતા બનેલા ધવલસિંહ ઝાલા, વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ, ધાનેરાના માવજીભાઈ દેસાઈએ ગુપ્ત બેઠક કરી હતી.

Gujarat Politics: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ભાજપને ગુજરાતના ઈતિહાસમાં રેકોર્ડ બ્રેક 156 સીટો મળી હતી. કોંગ્રેસને 16, આમ આદમી પાર્ટીને 5, સમાજવાદી પાર્ટીને 1 અને અપક્ષને 3 બેઠક મળી હતી. આવતીકાલે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિની તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ દરમિયાન ગુજરાતના રાજકારણને લઈ એક મોટા સમાચાર આવ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ત્રણ અપક્ષે ગુપ્ત બેઠક કરતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. બાયડથી વિજેતા બનેલા ધવલસિંહ ઝાલા, વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ અને ધાનેરાના માવજીભાઈ દેસાઈએ ગુપ્ત બેઠક કરી હતી.

 ગુજરાતમાં નવી સરકાર બને તે અગાઉ આવ્યા મોટા સમાચાર, AAPના નવા ધારાસભ્ય જોડાઇ શકે છે ભાજપમાં

ગુજરાતમાં નવી સરકાર બને તે અગાઉ મોટા સમાચાર આવ્યા છે. આમ આદમી પાર્ટીના નવા ધારાસભ્ય ભાજપમાં જોડાઇ શકે છે. મળતી જાણકારી અનુસાર, વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઇ શકે છે. ભૂપત ભાયાણી પત્રકાર પરિષદ કરીને ભાજપમા જોડાવાની જાહેરાત કરી શકે છે.

આજે ભૂપત ભાયાણી ભાજપમાં જોડાવા અંગે પ્રેસ કોન્ફ્રરન્સમાં જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે આપમાંથી પાંચ ધારાસભ્યો ચૂંટણી જીત્યા હતા.

જાણો કોણ છે ભૂપત ભાયાણી

આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપના સમર્થનમાં આવ્યા છે. રાષ્ટ્રહિતમાં નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનથી ચાલતી પાર્ટીને સમર્થન આપવા માંગે છે. આપને ગુજરાતની જનતાએ નકારી હોવાનું માની ભૂપત ભાયાણી ભાજપને સમર્થન આપશે. અગાઉ ભાજપમાં જ તેઓ હોવાથી નરેન્દ્રભાઇથી પ્રભાવિત છે. ભૂપત ભાયાણી ગાંધીનગર સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ કરશે.

ભૂપત ભાયાણી ભાજપના હર્ષદ રિબડિયા સામે 7 હજાર 63મતે ચૂંટણી જીત્યા છે. ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે. કોરોના કાળમાં ભેંસાણમાં કોવિડ સેન્ટર ખોલી લોકોને મદદ કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધી અગાઉ જ આમ આદમી પાર્ટીમા સાફસફાઈ શરૂ થઈ ગઈ છે. વિસાવદર બેઠકથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપને સમર્થન આપશે. બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી સાથે નાતો તોડીને વિસાવદર બેઠકથી ભાજપના જ ઉમેદવાર હર્ષદ રિબડીયાને સાત હજાર 63 મતથી હરાવીને ભૂપતભાઈ ભાયાણીએ જીત મેળવી હતી.. જો કે હવે રાષ્ટ્રહિતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી ચાલતી પાર્ટીને સમર્થન આપશે.

આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ આવતીકાલે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સહિત નવા મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ માટે ત્રણ વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. શપથવિધિ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, ગુજરાતના સંસદસભ્યો ઉપરાંત મંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. શપથવિધિ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેનાર પ્રધાનમંત્રીના સ્વાગતની પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટથી હેલિપેડ ગ્રાઉન્ડ સુધી રોડ શો પણ કરે તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર રોડ પર માનવ મહેરામણ ઉમટે તે માટે સંગઠનના પદાધિકારીઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે. તો સાથે જ હેલિપેડ ગ્રાઉન્ડ પર સાધુ સંતો, ઉદ્યોગપતિઓ, કલાકારો ઉપરાંત અન્ય મહાનુભાવોને બેસવા માટે સ્ટેજ સહિત અલગ વ્યવસ્થા ગોઠવામાં આવી છે. કમલમથી પ્રદેશ સંગઠનના પદાધિકારીઓથી માંડીને જિલ્લા, તાલુકાના હોદ્દેદારોને શપથવિધીમાં હાજરી આપવા સૂચના અપાઈ છે. એટલુ જ નહીં, શપથવિધિ કાર્યક્રમ માટે ગાંધીનગરમાં મોટો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી
RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો
Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News | મદરેસાના સર્વેની કામગીરી દરમિયાન અમદાવાદમાં બબાલ, જુઓ શું છે મામલો?Hun To Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરનું સત્ય શું ?Hun To Bolish | હું તો બોલીશ | ચૂંટણી ગઈ પણ ધમકી રહીChaitar Vasava Vs Mansukh Vasava | ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે MLA અને MPનો તમાશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી
RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો
Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Sundar Pichai: ક્યું ઈન્ડિયન ફૂડ ખાવાનું પસંદ કરે છે ગૂગલના CEO સુંદર પિચાઈ, જવાબ સાંભળીને તમારા મોઢામાં પણ પાણી આવી જશે
Sundar Pichai: ક્યું ઈન્ડિયન ફૂડ ખાવાનું પસંદ કરે છે ગૂગલના CEO સુંદર પિચાઈ, જવાબ સાંભળીને તમારા મોઢામાં પણ પાણી આવી જશે
RCB vs CSK: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, IPLમાં પોતાના નામે કર્યો અનોખો રેકોર્ડ
RCB vs CSK: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, IPLમાં પોતાના નામે કર્યો અનોખો રેકોર્ડ
Embed widget