શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગાંધીનગરઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પરેશ ધાનાણીની ટિપ્પણીને લઇને હોબાળો, એક દિવસ માટે કરાયા સસ્પેન્ડ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી મામલે ટિપ્પણી કરવાને લઇને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરેશ ધાનાણીને સસ્પેન્ડ કરવાને લઇને વિપક્ષના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને વોકઆઉટ કરી દીધું હતું. નોંધનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, લોખંડનો ભંગાર ભેગો કરી તેનો ભૂક્કો કરીને એમાંથી સરદારની પ્રતિમા બનાવી છે. જેને લઈને શાસક પક્ષે વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે કોગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા હતા. જેને પગલે ગૃહની કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી. કોગ્રેસના ધારાસભ્યોએ ચોકીદાર ચોર છેના નારા લગાવ્યા હતા. આ મામલે કોગ્રેસે કહ્યુ હતું કે, ભાજપ બહુમતીના જોરે વિપક્ષ નેતાને સસ્પેન્ડ કર્યા છે.
આ મામલે પરેશ ધાનાણીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, જે શબ્દોનો મેં પ્રયોગ કર્યો છે તેમાં કારણો વિધાનસભા ગૃહમાં તમે ભાષણો કર્યા છે જે રેકોર્ડ ઉપર છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી એકદમ ઉશ્કેરાઇ ગયા હતા. પરેશ ધાનાણીએ આ મામલે માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો. હોબાળા વચ્ચે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, પરેશભાઈએ ભંગારનો ભૂક્કો એ શબ્દ સરદારના અપમાન સમાન છે માટે તેમણે માફી માંગવી પડશે અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી ગૃહ ચાલશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ તબક્કે પરેશ ધાનાણી પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ સરકારે કર્યું છે જેને રેકોર્ડ ઉપર લાવવા માટે પ્રયાસ કરે છે. એટલું જ નહીં દાનમાં આવેલ લોખંડ હજુ પણ પડી રહી છે અને આ સરકારે ચાઈનાથી સરદાર પટેલની પ્રતિમા બનાવી દે નહીં તો શું?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion