શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના દરિયા કિનારાના વિકાસ માટે 404 કરોડ રૂપિયા ફાળવશે કેંદ્ર
ગાંધીનગરઃ ગુજરાતમાં દેશનો સૌથી લાંબો દરિયા કિનારો આવેલો છે ત્યારે તેના વિકાસ કરવામાં આવે તો દેશના આયાત-નિકાસ સહિત ટુરિઝમને પણ ફાયદો થાય તેમ છે. ત્યારે રાજ્યના 1600 કિમી લાંબા દરિયા કિનારાના વિકાસ માટે કેંદ્ર સરકારના રાજ્ય શિપિંગ મંત્રી મુનસુખ મંડવીયાએ જાહેરાત કરી છે. આ અંતર્ગત વિવિધ કામો માટે 404 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે
પોરબંદર પાસે કૉષ્ટલ કાર્ગો અને પેસેંજર સર્વિસ વધારવા માટે નવા બર્થના બાંધકામ માટે કેંદ્ર સરકાર દ્વારા 37 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય અંગલ અને શિપ યાર્ડમાં કામ કરતા મજૂરોને યોગ્ય તાલિમ અને સલાતી આપવા માટેનું આયોજન કેંદ્ર સરકારનું દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ ભાવનગર પાસે મરિન શિપ બિલ્ડીંગ યાર્ડ વિક્સાવવામાં આવશે.
વેરાવળ અને માંગરોડ પાસે ફિશરીઝ હાર્બલના વિકાસ માટે 50 કરોડની નાણાકીય સહાય આપવામાં આવશે. અને ઘોઘા-દહેજ રોરો ફેરીના ડ્રેજીંગ માટે 117 કરોડની ફાળવણી કરવામાં આવશે.
અલંગ રિસાયક્લિંગ યાર્ડને જોડતા અલંગ, માડવી, મીઠીવિરડી, હાથણ, ભાવનગર, નવા રોડનું ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ કરવામાં આવશે. કામદરોના કલ્યાણ માટે 200 કરોડની ફાળવણી કરી અલંગ ખાતે હસ્ટેલ અને હૉસ્પિટલનું નિર્ણાણ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion