શોધખોળ કરો

Gujarat Cabinet Oath Ceremony: નવા મંત્રી મંડળમાં 19 નવા ચહેરાને અપાયું સ્થાન, સાત પાટીદાર, આઠ OBC મંત્રીનો સમાવેશ

ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા.

LIVE

Key Events
Gujarat Cabinet reshuffle Swearing in ceremony of Gujarat Cabinet to be held on October 17 in Gandhinagar Gujarat Cabinet Oath Ceremony: નવા મંત્રી મંડળમાં 19 નવા ચહેરાને અપાયું સ્થાન, સાત પાટીદાર, આઠ OBC મંત્રીનો સમાવેશ
શપથવિધિ સમારોહ
Source : ફોટોઃ abp asmita

Background

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે રાજ્યના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ સવારે 11:30 કલાકે યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. તો બીજી તરફ મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગઈકાલ મુખ્યમંત્રી અને રાજ્યપાલની મુલાકાતને છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. જોકે, આ મુલાકાત આજે સવારે 9 વાગ્યે કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. રાજીનામું આપનાર 4 કે 5 મંત્રીઓ રિપીટ થઈ શકે છે. આ ફેરબદલ ભાજપના મિશન 2027 માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણી પહેલા નવા સમીકરણોનું પરીક્ષણ કરવાની તૈયારી કરી રહી છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સવારે 11 વાગ્યે નવા મંત્રીઓને શપથ લેવડાવશે. વર્તમાન મંત્રીમંડળમાં આઠ કેબિનેટ મંત્રીઓ અને આઠ રાજ્યમંત્રીઓ સહિત 16 મંત્રીઓનો સમાવેશ થાય છે. પટેલે 12 ડિસેમ્બર, 2022ના રોજ મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા હતા. 182 સભ્યોની વિધાનસભામાં 27 મંત્રીઓની ક્ષમતા છે, જે ગૃહની કુલ શક્તિના 15 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે વિસ્તરણમાં દસ નવા મંત્રીઓનો ઉમેરો થઈ શકે છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડા સમારોહમાં હાજર રહેશે. તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના ટોચના નેતૃત્વએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને વરિષ્ઠ નેતાઓ સાથે અંતિમ ચર્ચા કરી છે. નડ્ડાનો ગુજરાત પ્રવાસ પીએમ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠકના થોડા દિવસો પછી થયો છે, જ્યાં ગૃહમંત્રી અમિત શાહ, સીઆર પાટીલ અને સીએમ પટેલે ફેરબદલ માટે રણનીતિ ઘડી હતી.

પહેલા સંગઠનાત્મક ફેરફારો, હવે સરકારનો વારો

મંત્રીમંડળમાં ફેરબદલ પહેલા પાર્ટીએ જગદીશ વિશ્વકર્માને નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. ગુજરાત સરકારમાં ભૂતપૂર્વ રાજ્યમંત્રી વિશ્વકર્માને સીઆર પાટીલના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યા છે.

કોણ બની શકે છે મંત્રી 

ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ સનદી અધિકારી પી.સી.બરંડાનો મંત્રીમંડળમાં સમાવેશ શક્ય છે. સૌરાષ્ટ્રની 47 પૈકી ભાજપ પાસે 42 બેઠક છે. સૌરાષ્ટ્રના સાતથી આઠ ધારાસભ્ય મંત્રી બનશે. સૌરાષ્ટ્રના ત્રણ લેઉવા અને એક કડવા પાટીદાર ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. કોળી સમાજના બે અને આહિર સમાજના એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. સૌરાષ્ટ્રમાં SCના એક અને ક્ષત્રિય સમાજમાંથી એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. કિરીટસિંહ રાણા, રિવાબા જાડેજાનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. 

આ નેતાઓ બની શકે છે મંત્રી 

આહિર સમાજમાંથી ઉદય કાનગડને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. કુંવરજી બાવળિયાને મંત્રી મંડળમાં યથાવત રખાય તેવી શક્યતા છે. પરસોત્તમ સોલંકીના સ્થાને ભાઈ હીરા સોલંકીને સ્થાન મળી શકે છે. અર્જુન મોઢવાડિયાને નવા મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજાને સ્થાન મળી શકે છે. મધ્ય ગુજરાતમાંથી પાંચથી છ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. રમણ સોલંકી, ઈશ્વરસિંહ પટેલ અથવા રમેશ પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.   

2021માં પણ આખી સરકાર બદલાઈ ગઈ હતી

2022ની વિધાનસભા ચૂંટણીના 15 મહિના પહેલા સપ્ટેમ્બર 2021માં આખી સરકાર બદલાઈ ગઈ હતી. આ વખતે ચૂંટણી આડે લગભગ 26 મહિના બાકી છે. જોકે, આ વખતે મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું નથી.

14:59 PM (IST)  •  17 Oct 2025

ગુજરાતમાં નવું મંત્રીમંડળ

ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી

હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી

કેબિનેટ મંત્રી

  • ઋષિકેશ પટેલ 
  • જીતુ વાઘાણી 
  • કનુભાઈ દેસાઈ 
  • કુંવરજી બાવળીયા 
  • નરેશ પટેલ 
  • અર્જુન મોઢવાડિયા 
  • પ્રદ્યુમન વાજા 
  • રમણ સોલંકી

રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો

  • ઇશ્વર પટેલ 
  • પ્રફુલ પાનસેરીયા 
  • મનિષા વકીલ

રાજ્યકક્ષાના મંત્રીઓ

  • કાંતિ અમૃતિયા 
  • રમેશ કટારા 
  • દર્શના વાઘેલા 
  • પ્રવીણ માળી 
  • સ્વરૂપજી ઠાકોર 
  • જયરામ ગામીત 
  • રિવાબા જાડેજા 
  • પી સી બરંડા
  • સંજય મહિડા 
  • કમલેશ પટેલ 
  • ત્રિકમ છાગા
  • કૌશિક વેકરિયા
  • પરસોત્તમ સોલંકી
13:30 PM (IST)  •  17 Oct 2025

કેબિનેટ મંત્રી

રમણભાઈ સોલંકી, ડૉ. પ્રદ્યુમન વાજા, અર્જુનભાઈ મોઢવાડિયાએ કેબિનેટ મંત્રીના શપથ લઈ રહ્યા છે

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 
Embed widget