ગુજરાતમાં ધોરણ-6થી 8ના વર્ગ શરૂ કરવા અંગે રાજ્ય સરકારની મોટી જાહેરાત
ધોરણ 6થી 8ની શાળા શરૂ કરવા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે, ધોરણ 9થી 12 શાળા શરૂ કર્યા બાદ હવે 6થી 8ની શાળા શરૂ કરવાની તૈયારી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટતા હવે ધીમે ધીમે સ્કૂલો રાબેતા મુજબ શરૂ થઈ રહી છે, ત્યારે ગુજરાતની રૂપાણી સરકાર હવે ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવાની પણ વિચારણા કરી રહી છે. આ અંગે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટી જાહેરાત કરી હતી.
ધોરણ 6થી 8ની શાળા શરૂ કરવા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે, ધોરણ 9થી 12 શાળા શરૂ કર્યા બાદ હવે 6થી 8ની શાળા શરૂ કરવાની તૈયારી છે. 9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. કોર કમિટીની બેઠક બાદ 6થી 8 ની શાળા શરૂ કરવાનો નિર્ણય લેવાશે.
ધો-10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ મેથેમેટિક મુદ્દે વિદ્યાર્થીઓમાં ગુંચવાડો, જાણો વિદ્યાર્થીઓની શું છે મુંજવણ?
અમદાવાદઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 માટે ગણિત વિષયમાં પ્રશ્ન પત્રમાં બે વિકલ્પ આપવામાં આવ્યા છે. જેની અંદર ધોરણ 10ના વિદ્યાર્થી મેથ્સ સ્ટાન્ડર્ડ અને મેથ્સ બેઝિક એમ બેમાંથી એક વિકલ્પ પસંદ કરી શકશે. જોકે, ધોરણ 10 બાદ વિદેશ જનારા અથવા બીજા રાજ્યમાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થી માટે કયું પ્રશ્નપત્ર માન્ય રહેશે તે અંગે વિદ્યાર્થી અને શિક્ષકોમાં મૂંઝવણ છે. શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
શિક્ષકોનું કહેવું છે કે શિક્ષણ વિભાગ આ મુદ્દે જલ્દીથી સ્પષ્ટતા કરે તે ઇચ્છનીય છે. ધોરણ 10 પછી જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા કે iti જેવા કોર્ટમાં જવાના છે તેમના માટે ક્યુ ગણિત માન્ય છે તે અંગે પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના કારણે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે શાળા દ્વારા હજુ સુધી અમને આ પ્રકારની કોઈ સૂચના આપવામાં આવી નથી કે ધોરણ 10 ના પરીક્ષાના ફોર્મ ભરતી વખતે ગણિતના બે ઓપ્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ધોરણ 10 પછી બીજા રાજ્યમાં અભ્યાસ અર્થે જવાનું છે તે વિદ્યાર્થીઓ માટે ગણિતનું ક્યુ પ્રશ્ન પત્ર માન્ય રહેશે તે અંગે પણ વિદ્યાર્થીઓ સ્પષ્ટતા માંગી રહ્યા છે.