રાઘવજી પટેલ કૃષિ મંત્રી તરીકને ચાર્જ લેતાં જ આવ્યા એક્શનમાં, શું આપ્યો મોટો આદેશ?
ખેતી, પશુપાલન અને માલસામાન ને થયેલ નુકસાનીની સહાય ચૂકવાશે. જામનગર અને સૌરાષ્ટ્રના ભારે વરસાદ પ્રભાવિત વિસ્તાર નુકસાની સદર્ભે સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી સાથે કૃષિ વિભાગની બેઠક યોજાશે.
ગાંધીનગરઃ ભુપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓએ આજે મંત્રી તરીકેના ચાર્જ સંભાળવાના શરૂ કર્યા છે. આજે મંત્રી તરીકેનો ચાર્જ સાંભળ્યા બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલ એક્શનમાં આવ્યા છે. જામનગર અને સૌરાષ્ટ્રના અતિભારે વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં સર્વેની કામગીરી ઝડપી બનાવવા આદેશ આપ્યા છે.
નુકસાનીના અંદાજ પ્રમાણે ખેતી, પશુપાલન અને માલસામાન ને થયેલ નુકસાનીની સહાય ચૂકવાશે. જામનગર અને સૌરાષ્ટ્રના ભારે વરસાદ પ્રભાવિત વિસ્તાર નુકસાની સદર્ભે સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી સાથે કૃષિ વિભાગની બેઠક યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને કૃષિ વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે.
કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી હંસરાજભાઈ પટેલે આજે સ્વર્ણિમ સંકુલ-૧ ગાધીનગર ખાતે વિધિવત પદભાર સંભાળ્યો છે. આજે પૂજન અર્ચન કરીને વિધિવત પ્રવેશ કર્યો છે આ વેળાએ તેમના સમર્થકો સહિત અધિકારીઓ એ ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી.
મંત્રી પટેલે પદભાર સંભાળ્યા બાદ કહ્યુ હતુ કે, રાજયના કૃષિકારો, પશુપાલકો અને પાજરાપોળના ટ્રસ્ટીઓ માટે સદાય હકારાત્મક અભિગમ થકી સંને સહાયરૂપ થવા પ્રયત્નશીલ રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. રાઘવજી હંસરાજભાઈ પટેલ, ૭૭-જામનગર (ગ્રામ્ય) મત વિભાગ (જામનગર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧લી જૂન, ૧૯૫૮ના રોજ મોટા ઇંટાળા, તા. ધ્રોલ, જિ. જામનગર ખાતે થયો હતો. તેમણે બી.એ., એલ.એલ.બી.સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને શૈક્ષણિક પ્રવૃત્તિનો વ્યવસાય સાથે સંકળાયેલા છે.અગાઉ તેઓ એ ગ્રામ ગૃહનિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવાઓ આપી છે.
આ સિવાય શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ચાર્જ સાંભળ્યો હતો. ચાર્જ સાંભળતા અનોખા દ્રશ્યો જોવો મળ્યા હતા. પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા. શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કુબેર ડીડોર પણ હાજર રહ્યા હતા. અગ્ર સચિવ અને સચિવ પણ હાજર રહ્યા હતા. પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જે જિલ્લા નો હું પ્રભારી રહ્યો તે જિલ્લાના નવા શિક્ષણ મંત્રી બન્યા છે.