શોધખોળ કરો
Advertisement
રૂપાણી સરકારની સુરતના સૌરાષ્ટ્રવાસીઓને મોટી રાહત, વતન જવા મુસાફરી માટે કરી મોટી જાહેરાત? જાણો વિગત
સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને સૌથી મોટી રાહત આપી છે. હવે સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ સરકારી બસોમાં બેસીને વતન પરત ફરી શકશે. એટલું જ નહીં, ખાનગી બસો કરતાં સરકારી બસોમાં ભાડું પણ ઓછું વસૂલવામાં આવશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટેની સરકારે મંજૂરી આપ્યા પછી રૂપાણી સરકારે સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને સૌથી મોટી રાહત આપી છે. હવે સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ સરકારી બસોમાં બેસીને વતન પરત ફરી શકશે. એટલું જ નહીં, ખાનગી બસો કરતાં સરકારી બસોમાં ભાડું પણ ઓછું વસૂલવામાં આવશે. જેથી વતન આવતાં લોકોનો ઓછો આર્થિક બોજો પડશે.
હવે સરકારે લોકોને પોતાના વતન જવા માંગતા લોકો માટે એસટી બસની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે જીએસઆરટીસી દ્વારા બસોને સેનેટાઇઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં બસો મોકલવામાં આવશે. સુરત બસ ડેપોમાં બસો તૈયાર કરવામાં આવી છે.
નોંધનીય છે કે, અગાઉ સરકાર દ્વારા લક્ઝરી બસોમાં લોકોને પરત મોકલવાનું નક્કી કર્યું હતું. જોકે, હવે સરકારે એસ.ટી. બસોની પણ વ્યવસ્થા કરી છે. ગઈ કાલે સરકારે લોકોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાની મંજૂરી આપી છે. જેના માટે ઓનલાઇન અરજી કરીને વતન જવા માંગતા લોકોએ મંજૂરી લેવાની રહેશે. આનો સીધો ફાયદો સુરતમાં રહેતા 12 લાખ રત્નકલાકારોને થશે. સુરતથી વતન જવા માંગતા લોકો માટે ઓલપાડ, અંકલેશ્વર અને જંબુસરના રસ્તે વતન મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેને લઈને હવે બસ માટેનું ભાડું પણ નક્કી કરવામાં આવ્યું છે.
સુરત લક્ઝરી બસ એસોસિયેશને કિલો મીટર પ્રમાણે સૌરાષ્ટ્રમાં જવા માટે ભાવો જાહેર કર્યા છે. સુરથી સૌરાષ્ટ્રના લોકોને ખાનગી બસામાં જવા માટે હવે બસના સંચાલકોએ ભાવન નક્કી કરી લીધા છે. તે અનુસાર હવે 400 કિલોમીટરના પ્રવાસ માટે 1000 રૂપિયા ભાડું ચૂકવવું પડશે જ્યારે 500 કિલોમીટરના પ્રવાસ માટે 1200 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. ઉપરાંત 500 કિલોમીટરથી વધારેનું અંતર હશે તો 1500 રૂપિયા ચૂકવવા પડશે.
ગઈકાલે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સુરતના રત્ન કલાકારોને પોતાના વતનમાં જવા દેવાની રજુઆત થઈ હતી. સૌરાષ્ટ્રના લોકોને વતન મોકલવા માટે એક કમિટી બનાવવામાં આવી છે. કમિટીના અધ્યક્ષ તરીકે મંત્રી કિશોર કાનાણી, નગરપાલિકા કમિશ્નર એમ એસ પટેલ, ડીસીપી સુરત, ડીવાયએનસી સુરત અને ડે. કલેક્ટર નો કમીટીમા સમાવેશ કરાયો છે. કન્ટનમેન્ટ વિસ્તારમાંથી બીજા કન્ટમેન્ટ વિસ્તારમાં જવાની પરમીશન મળશે નહીં.
વતન જવા કઈ કઈ શરતોનું કરવું પડશે પાલન?
- પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી પડશે. મંજૂરી મળ્યા પછી પરમીશન મળશે.
- જેમને મંજૂરી મળી છે તે તમામ લોકોને ફરજિયાત મેડિકલ સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે.
- ચેક પોસ્ટ પર સહી સિક્કા કર્યા પછી વતન મોકલાશે
- મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત પહેરવું પડશે.
- સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે.
- શરદી- ઉધરસ- શ્વાસ લેવામાં તકલીફ નહીં હોય તેમને જ વતન જવાની પરમીશન અપાશે.
- વતનમાં પણ ઘરે જતાં પહેલા આરોગ્ય તપાસ થશે.
- હોમ ક્વોરેન્ટાઇન કે ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇનમાં ફરજિયાત 14 દિવસ રહેવું પડશે.
- 45 દિવસ જે તે જગ્યાએ રહેવાનું રહેશે. આ પહેલા વતન છોડી શકશે નહીં.
- કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં રહેતા ન હોય તેમને જ પરવાનગી અપાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement