શોધખોળ કરો

Gandhinagar: ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં રેકોર્ડ બ્રેક અંદાજે 88 કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધાયા

Gandhinagar: વર્તમાન સમયમાં અદ્યતન ઈન્ટરનેટ અને ટેકનોલોજીના ઉપયોગના પરિણામે આજે તમામ પ્રકારની માહિતી ઈન્ટરનેટ જગતના માધ્યમથી નાગરિકોના આંગળીના ટેરવે ઉપલબ્ધ છે.

Gandhinagar: વર્તમાન સમયમાં અદ્યતન ઈન્ટરનેટ અને ટેકનોલોજીના ઉપયોગના પરિણામે આજે તમામ પ્રકારની માહિતી ઈન્ટરનેટ જગતના માધ્યમથી નાગરિકોના આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. આજ કારણે રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૨ થી નવેમ્બર- ૨૦૨૪ સુધીમાં અંદાજે ૮૮ કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધ્યા છે.

જ્યારે વિવિધ વિભાગોમાંથી સરેરાશ માસિક ૦૫ કરોડ અને દરરોજ સરેરાશ ૨૨ લાખ જેટલી આધાર ઓથેન્ટિકેશનની અરજી પર સફળતાપૂર્વક પ્રક્રિયા કરવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૮ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૨ કરોડ તેમજ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં ૪૮ કરોડ, એમ કુલ ૮૮ કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ રાજ્યભરમાં નોંધાયા છે. વર્ષ ૨૦૨૨થી ૨૪ સુધીમાં રાજ્યની ૦૯ વિભાગોની ૨૦૦થી વધુ યોજનાઓની નોંધણી કરવામાં આવી છે.

ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશન
ઓથેન્ટિકેશનના વેરિફિકેશનને વધુ સચોટ બનાવવાના ઉમદા હેતુથી ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશન બનાવવામાં આવી હતી. જેના પરિણામે રાજ્યમાં નાણાકીય વર્ષ ૨૦૨૨થી નવેમ્બર ૨૦૨૪ સુધીમાં ફેસ ઓથેન્ટિકેશનની એપ્લિકેશનના માધ્યમથી ૬૦ લાખથી વધુ નાગરિકોની આધાર નોંધણી થઈ છે.

સિંગલ સાઈન ઓન એપ્લિકેશન
રાજ્યના નાગરિકો બહુવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ ઓનલાઈન ઘરે બેઠા લઇ શકે તે માટે સિંગલ સાઈન ઓન એપ્લિકેશન બનાવામાં આવી છે. નાગરિકોની ડિજિટલ ઓળખ સ્થાપિત કરવા સિટીઝન સ્ટેટ સિંગલ સાઈન- ઓન (SSO) સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ આધાર, PAN, વિદ્યાર્થી આઈ.ડી., રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવી મુખ્ય સેવાઓને સંકલિત કરી આગવી ઓળખ બનાવે છે. જે સરકારી સેવાનો લાભ લેવા આંતર વિભાગો સાથે સુરક્ષિત ડેટા કેપ્ચર- શેયર કરશે.

આ સિસ્ટમ થકી રાજ્યની સરકારી સેવાઓ- યોજનાઓનો લાભ નાગરિકોને આંગળીના ટેરવે મળી રહ્યો છે. સાથે જ આ પેપરલેસ વર્કના માધ્યમથી સમય અને ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૧મી સદી વિજ્ઞાનની સદી કહેવાય છે. આ સદીમાં રોટી, કપડા અને મકાનની સાથોસાથ ઈન્ટરનેટ પણ લોકોની મુખ્ય જરૂરીયાત બન્યું છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરતા આપણે કેટલીવાર ‘આધાર ઓથેન્ટિકેશન’ શબ્દ સાંભળ્યો હશે પણ તમને ખબર છે. આધાર ઓથેન્ટિકેશન શું છે ? આધાર ઓથેન્ટિકેશન એ વ્યક્તિની ઓળખને માન્ય કરવાનું એક પ્રક્રિયાત્મક સાધન છે, જેમાં આધાર નંબર, વ્યક્તિના બાયોમેટ્રિક અથવા ડેમોગ્રાફિક વિગતોનો ઉપયોગ કરીને તેમની ઓળખની પુષ્ટિ કરવામાં આવે છે. આ પ્રક્રિયા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા- UIDAI દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે, જે નાગરિકોની વ્યક્તિગત માહિતીની ખરાઈ કરે છે.

આ પણ વાંચો...

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget