શોધખોળ કરો

Gujarat: નવા વાયરસ H3N2 ને લઈ આરોગ્ય વિભાગ એકશનમાં, ઋષિકેશ પટેલની આગેવાનીમાં યોજાઈ બેઠક

H3N2 નવા વાયરસને લઈને રાજ્યનો આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં H3N2 વાયરસને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

ગાંધીનગર: H3N2 નવા વાયરસને લઈને રાજ્યનો આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં H3N2 વાયરસને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી.  આરોગ્યમંત્રીએ કહ્યું કે હોસ્પિટલોમાં વાયરસને લઈ જરૂરી સગવડો ઉભી કરી દેવામાં આવી છે તો દવાઓનો પણ પૂરતો સ્ટોક રાખવામાં આવ્યા છે. 

H3N2ના રાજ્યમાં 78 કેસ મળ્યા છે.  જ્યારે H1N1ના કારણે એક દર્દીનું મૃત્યુ નિપજ્યું છે.  આજે તમામ આરોગ્ય કર્મચારીઓને પણ આ નવા વાયરસની ટ્રીટમેન્ટને લઈ તાલીમ આપવામાં આવી છે.  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 300થી 400 દર્દીઓનો વધારો થયો છે.  આરોગ્ય મંત્રીએ દાવો કર્યો કે H3N2 વાયરસ ઘાતક નથી પણ સાવચેતી એટલી જ જરૂરી છે. આરોગ્ય વિભાગને કેન્દ્ર સરકાર અને ICMRની ગાઈડલાઈન મુજબ પગલા લેવા આદેશ કરાયો છે.  

રાજ્યમાં કેટલા દિવસ હિટવેવની કરાઇ આગાહી, આ શહેરોમાં પડશે કાળઝાળ ગરમી

રાજ્યમાં આગામી બે દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી.  મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં હિટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.  તો સાથે જ પોરબંદર, ભૂજ અને અમરેલીમાં હિટવેવની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  આગામી બે દિવસ મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે રાજ્યના સાત શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો. જેમાં ભૂજમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. પોરબંદર, રાજકોટ, વેરાવળ, સુરેંદ્રનગર, કેશોદ અને સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. તો અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

Morabi: માળીયા નજીક અકસ્માત, બેકાબૂ ટ્રક ડિવાઇડર ક્રોસ કરી ટેન્કર સાથે અથડાયો, ડ્રાઇવરનું કમકમાટીભર્યું મોત

Accident News:મોરબીના માળીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ભંયકર હતો કે, ટ્રક ડિવાઇડ ક્રોસ કરીને ટેન્કર સાથે અથડાઇ.

મોરબીના માળીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ભંયકર હતો કે, ટ્રક ડિવાઇડ ક્રોસ કરીને ટેન્કર સાથે અથડાઇ. અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર નૌશાદ ખાનને ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ થયું છે.ટ્રકની ટ્કકર એટલી જોરદાર હતી કે ટેન્કરની કેબિન છૂટી પડી ગઇ હતી અને એસટી સાથે અથડાઇ હતી. અકસ્માતમાં ટેન્કરના ડ્રાઇવરને પણ ગંભીર ઇજા પહોંચી હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અકસ્માતની ઘટનાને લઇને માળીયા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની ધટના 10 માર્ચ સાંજના સમયે બની હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget