શોધખોળ કરો

ગાંધીનગરમાં મોડી રાત્રે હિટ એન્ડ રન, કારની ટક્કરે માતા-પુત્રીના મોત

જે કાર ટક્કર મારી ભાગી છૂટી તે કાર જીજ્ઞેશ જયંતિલાલ પટેલના નામની હોવાનું સામે આવ્યું છે.

ગાંધીનગરના ઈન્ફોસિટી નજીક મોડી રાત્રીના હિટ એંડ રનની ઘટના બની હતી. GJ-18-BL-8840 નંબરની કીયા કારનો ચાલક એક્ટિવા સવારને જોરદાર ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. કારની ટક્કરે એક્ટિવામાં સવાર માતા-પુત્રીનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજા થતા મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ભાઈનો બચાવ થયો હતો. મૃતક યોગીનીબેન તેના પુત્રી જેમીનીબેન અને પુત્ર સાથે ગાંધીનગરમાં સબંધીને ત્યાં બેસવા ગયા હતાં. જ્યાંથી રાત્રીના પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. પોલીસે હાલ કાર નંબરના આધારે ચાલકની શોધખોળ શરૂ કરી છે. જે કાર ટક્કર મારી ભાગી છૂટી તે કાર જીજ્ઞેશ જયંતિલાલ પટેલના નામની હોવાનું સામે આવ્યું છે.

કચ્છના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજનું શંકાસ્પદ મોત, છાતીમાં ગોળી વાગેલી હાલતમાં કારમાંથી મળ્યો મૃતદેહ

કચ્છઃ કચ્છના સાંસદ વિનોદ ચાવડાના સગા ભાણેજનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, નખત્રાણા તાલુકાના કોટડા જડોદર પાસે વાડી વિસ્તારમાં હોન્ડા કારમાંથી 23 વર્ષીય અક્ષય લોનચાનો મૃતેદહ મળી આવ્યો હતો. અક્ષયને છાતીના ભાગે ગોળી વાગી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને કારમાંથી એક રિવોલ્વર પણ મળી આવી છે. શું અક્ષયે આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરાઈ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસને અક્ષયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા ચક્રો ગતિમાન કર્યા હતા. મૃતક અક્ષય સાંસદ વિનોદ ચાવડાના મોટા બહેનનો પુત્ર છે.કારમાંથી તેનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યાની જાણ થતાં જ સાંસદ વિનોદ ચાવડા નખત્રાણા પહોંચ્યા હતા. તાજેતરમાં જ અક્ષય અમેરિકાથી પોતાનો ડોક્ટરીનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12  નવા કેસ સામે આવ્યા છે.રાજ્યમાં હાલ 151 એક્ટિવ કેસ છે અને 4  દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,166 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
Embed widget