શોધખોળ કરો
ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપની સીટ પર જીતેલા કયા ધારાસભ્યને લાગ્યો કોરોનાનો ચેપ?
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોરોનાનો ચેપ લાગતા વધુ સારવાર અર્થે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
![ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપની સીટ પર જીતેલા કયા ધારાસભ્યને લાગ્યો કોરોનાનો ચેપ? Jamnagar BJP mla Raghavji Patel found covid-19 positive ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપની સીટ પર જીતેલા કયા ધારાસભ્યને લાગ્યો કોરોનાનો ચેપ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/13143557/BJP.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ભાજપના વધુ એક ધારાસભ્યને કોરોનાનો ચેપ લાગ્યો છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોરોનાનો ચેપ લાગતા વધુ સારવાર અર્થે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
તેમણે જાતે સોશિયલ મીડિયા પર પોસટ મૂકીને આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, મને કોરોનાના શરૂઆતી લક્ષણ જણાતા આજે મેં કોરોના રિપોર્ટ કરાવ્યો. જે પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ મુજબ હું હોસ્પિટલમાં દાખલ થયેલ છું. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલ લોકોને અપીલ કે તેઓ પણ સ્વેચ્છાએ હોમ કવોરન્ટાઇન થવા અથવા તો ડોક્ટર પાસે ટેસ્ટ કરાવવા વિનંતી.
રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેઓ જેતપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. નોંધનીય છે કે, અગાઉ રૂપાણી સરકારના મંત્રી રમણ પાટકર પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. આ સિવાય ભાજપના સાંસદો ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કિરીટ સોલંકી, હસમુખ પટેલ, અભય ભારદ્વાજ અને રમેશ ધડૂક કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ મોટી સંખ્યામાં કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
થોડા દિવસો પહેલા રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને કોરોના થયો હતો. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને ફેફસામાં તકલીફ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. અભય ભારદ્વાજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ભાજપના નેતા કશ્યપ શુક્લ, તેમના ભાઈને કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત મંત્રી જયેશ રાદડીયાને પણ કોરોના પોઝિટિવ આવ્યો. છે. રાજકોટ માં હવે દરરોજ 125 થી 150 લોકોને કોરોના પોઝિટિવ આવી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)