શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ શહેરમાં આજે સાંજે 6 વાગેથી 17મી સવારે 6 વાગે સુધી લોકડાઉન, જાણો કઈ દુકાનોને અપાઈ છૂટ?
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યતાવત છે ત્યારે જિલ્લાઓમાં કોરોનાને રોકવા ગુજરાત સરકાર તમામ પ્રયત્નો કરી રહ્યું છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યતાવત છે ત્યારે ગાંધીનગરમાં દિવસે ને દિવસે પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે જેને લઈને ગાંધીનગર કલેક્ટરે મહત્વની નિર્ણય લીધો છે. આવતી કાલથી ગાંધીનગર પણ સંપૂર્ણ લોકડાઉન રહેશે. ગાંધીનગરમાં ફક્ત દૂધ અને દવાઓની દુકાનો જ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત કલોલમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને કલોલમાં આજે સાંજે 6 વાગેથી 17મી સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન રહેશે.
ગાંધીનગર જિલ્લાના કલોલમાં સતત કેસો વધી રહ્યાં છે જેને લઈને ગાંધીનગર કલેક્ટરે મહત્વનો નિર્ણય લીધો હતો. આજે સાંજે 6 વાગેથી 17મી સવારે 6 વાગે સુધી કલોલમાં લોકડાઉન રહેશે. આ દરમિયાન દૂધ, મેડિકલ અને હોસ્પિટલો જ ખુલ્લી રહેશે. આ નિર્ણયનો દરેક વ્યક્તિએ અમલ કરવાન રહેશે.
મહત્વની વાત એ છે કે, ગાંધીનગર જિલ્લામાં આજે નવા 14 પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં કલોલમાં જ 6 પોઝિટિવ કેસો સામે આવ્યાં છે. કલોલના હિંમતલાલ પાર્કમાં આજે બીજા નવા 6 પોઝિટિવ કેસો સામે આવતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. કલોલનો પોઝિટિવ કેસનો આંકડો 16 પર પહોંચી ગયો છે.
ગાંધીનગર જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 100 ઉપર નીકડી ગઈ છે. જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું છે. કોરોનાને ફેલાતો અટાકવા માટે ગાંધીનગર કલેક્ટર દ્વારા આકરા નિર્ણય લેવામાં આવી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion