રખડતા ઢોર માટે બનેલા કાયદા મામલે માલધારી સમાજ લડી લેવાના મૂડમાં, સીએમ સાથે કરશે બેઠક
અમદાવાદ: રખડતા ઢોર મામલે માલધારી સમાજ લડી લેવાના મૂડમાં છે. જો કાયદો પાછો નહીં ખેંચાય તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન કરશે. સરકાર વિધાનસભામાં બિલને રદ કરે તેવી માલધારી સમાજની માગ છે.
અમદાવાદ: રખડતા ઢોર મામલે માલધારી સમાજ લડી લેવાના મૂડમાં છે. જો કાયદો પાછો નહીં ખેંચાય તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન કરશે. સરકાર વિધાનસભામાં બિલને રદ કરે તેવી માલધારી સમાજની માગ છે.
માલધારી સમાજ મહાપંચાયતના સબ્યો કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેઠા છે. તો બીજી તરફ સીએમ ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા માલધારી સમાજના આગેવાન આ મુદ્દે વાતચીત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે માલધારી મહાપંચાયતના આગેવાનો સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરશે. નોંધનિય છે કે, રાજ્ય સરકાર દ્વારા ઢોર નિયત્રંણ કાયદો હાલ પુરતો મોકુફ રખાયો છે, પરંતુ માલધારી સમાજ કાયદો મોફુક નહિ પરંતુ રદ કરવાની માગ કરી રહ્યા છે. કારણ કે, રદ કરેલ કાયદો કાયમી રદ થતો હોય છે જ્યારે મોફુકી બાદ ફરીવાર અમલવારી થતી હોય છે.
આજે આ મામલે માલધારી સમાજના આગેવાનો મુખ્યમંત્રીને રજુઆત કરશે.આ ઉપરાંત શહેરી વિસ્તારમાં ઢોર માટે શું વ્યવસ્થા કરવી એના વિશે પણ સૂચનો આપીશે. તેમનું કહેવું છે કે, નષ્ટ થયેલ ગૌચર ભૂમિ તેને નિયત કરવામાં આવે. નંદી હોસ્પિટલો અને સરકારી ગૌશાળાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. મુંબઈ આરએ કોલોની જેવી ગુજરાતમાં પણ વ્યવસ્થા થાય તેવી માગ કરી છે. નવી ટીપીમાં ગોપાલકો માટે રિઝર્વ જગ્યા રાખવા માગ કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી માલદારી સમાજના આગેવાનો રાજયવ્યાપી વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવુ છે કે, ૨૩૦૦ ગામમાં ગોચર જમીન નથી. તેથી આ મામલે પણ સરકારે વિચારવું જોઈએ.
તો બીજી તરફ મહેસાણામાં પણ ગાય રાખવા માટે બનાવેલા નવા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. મહેસાણાના માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.આજે એક દિવસ માટે યુવા અગ્રણીઓ ધરણા કરશે. તેમનું કહેવું છે કે, કાયદો રદ કરો અથવા ગાયને રાખવા માટે વાડા આપો.