Gandhinagar: આવતીકાલથી વિધાનસભાના ચોમાસા સત્રની શરૂઆત, આ ત્રણ સરકારી વિધાયકો ગૃહમાં થશે રજૂ
ગાંધીનગર: આવતીકાલથી ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રની શરૂઆત થશે. બુધવારે બપોરે ૧૨ વાગે સત્રની પ્રથમ બેઠક મળશે. ટૂંકી મુદ્દતના પ્રશ્નથી શરૂઆત થશે.
ગાંધીનગર: આવતીકાલથી ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રની શરૂઆત થશે. બુધવારે બપોરે ૧૨ વાગે સત્રની પ્રથમ બેઠક મળશે. ટૂંકી મુદ્દતના પ્રશ્નથી શરૂઆત થશે. ધારાસભ્ય ભરત પટેલ ચોમાસામાં વરસાદના કારણે રસ્તાના થયેલા નુકશાન બાબતે થશે ચર્ચા. ધારાસભ્ય શશિકાંત પંડ્યાના ભારે વરસાદના કારણે બનાસકાંઠા અને જામનગરમાં ખેતીમાં થયેલા નુકશાન બાબતે ચર્ચા થશે. ટૂંકી મુદ્દતના પ્રશ્નો પર ચર્ચા એક કલાક ચાલશે. વિપક્ષ ટૂંકી મુદ્દતના પ્રશ્નોની ચર્ચા દરમિયાન આક્રામક રૂખ અપનાવી શકે છે.
આ ઉપરાંત વિધાનસભાના પૂર્વ સભ્યોના નિધનને લઈ શોક દર્શક ઉલ્લેખ ગૃહમાં રજૂ થશે. પૂર્વ સભ્યોના નિધન પર શ્રદ્ધાંજલિ આપવામા આવશે. વિવિધ વિભાગોના કાગળ મેજ પર મુકવામા આવશે. અનુમતિ મળેલા વિધાયકો મેજ પર મુકવામા આવશે. પ્રથમ દિવસની બેઠકમાં ઢોર નિયંત્રણ બિલ રાજ્યપાલના સંદેશા સાથે પરત કરવાની ગૃહમાં વિધાનસભા અધ્યક્ષ જાહેરાત કરશે. ત્યાર બાદ ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવામા આવશે.
તો બીજી તરફ ઢોર નિયંત્રણ બિલને લઈને વિપક્ષ હોબાળો કરે તેવી પણ શક્યતા. ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ (રાખવા અને હેરફેર કરવા) બાબતના બિલ પાછું ખેંચવા અનુમતિ માંગતો પ્રસ્તાવ ગૃહમાં મુકવામા આવશે. આ પ્રસ્તાવ શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયા લાવશે. આ ઉપરાંત ત્રણ સરકારી વિધાયકો પણ ગૃહમાં રજૂ થશે. ગુજરાત માલ અને સેવા વેરો સુધારા વિધેયક, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક અને ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) વિધેયક ગૃહમાં રજૂ થશે.
AAPની સરકાર જૂની પેન્શન યોજના લાગું કરશે
વડોદરાઃ દિલ્લીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે વડોદરામાં પેન્શન સ્કીમને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમારી સરકાર બનશે તો અમે જૂની પેન્શન સ્કીમ લાગું કરીશું. ભાજપની સરકારમાં અહંકાર આવી ગયો છએ. આમ આદમી પાર્ટીને એક મોકો આપવાની કેજરીવાલે અપીલ કરી હતી. સરકારી કર્મચારીઓને અંદરખાને આપ માટે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અમે ગુજરાતના લોકોની મોંઘવારી દૂર કરીશું. ભાજપ અને કોંગ્રેસ ઇચ્છતી નથી કે લોકોની સમસ્યા દૂર થાય. કેજરીવાલે કહ્યું કે, સરકારી કર્મચારી દુઃખી. ઓલ્ડ પેન્શન સ્કીમ ની તેઓ માંગ કરે છે. અમારી સરકાર બનશે તો સ્કીમ લાગુ કરીશું. સરકારી કર્મચારીઓને કહ્યું તમે સંઘર્ષ ચાલુ રાખો. જો આ સરકાર ઓપીએસ લાગુ કરે તો સારી વાત છે. નહીં કરે તો અમે સત્તા પર આવતાજ સ્કીમ લાગુ કરીશું.
તેમણે ઉમેર્યું હતું કે, 27 વર્ષની અહંકારી ભાજપ સરકારને હટાવવા તમામ સરકારી કર્મચારી કામે લાગી જાય. આ બંને પાર્ટી મને આતંકવાદી કહે છે. મને ગાળો બોલે છે. અમે ગુજરાત લોકોની મોંઘવારી હાવીશું. વીજળી મફત આપીશું. સરકારી સ્કૂલ વધુ સારી આપીશું. આ વચન નો તેમને વાંધો છે . અમારો વિરોધ કરે છે. કેજરીવાલ ચોર છે ભ્રષ્ટાચારી છે કહી રહ્યા છે. ફોરેસ્ટ ગાર્ડ, એલ.આર.ડી, શિક્ષક, ખેડૂત તમામ સરકાર સામે આંદોલન કરે છે. તેમના તમામ મુદ્દાનું અમે સમાધાન કરીશું. એક્સ આર્મી મેન ના અધિકાર આપો. ચંદીગઢ યુનિવર્સિટી નો મામલો બહુત દુઃખ દાયક. અમે તેમને સજા આપીશું.
તેમણે કહ્યું કે, એરપોર્ટ પર મોદી મોદી નારા લાગ્યા. 30, 40 લોકો એ મારી સામે મોદી મોદી ના નારા લગાવ્યા. ભાજપને 66 સીટો અર્બનમાં નથી હાર્યા ત્યાં તેમને તકલીફ થશે. જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ત્યારે મોદી મોદી નારા નથી લાગતા. મારી સામે જ નારા લાગે છે. અત્યાર સુધીની સરકારને લૂંટી સ્વિસ બેન્કમાં નાણાં લઈ જવાતા હતા. અમે ભ્રષ્ટચાર રોકી ફ્રી આપવાની રાજનીતિ કરી રહ્યા છે. ભગવંત માનને પ્લેનથી ઉતારવાના મામલા માં ગોળ ગોળ જવાબ આપ્યો. ભગવંત માન 6 મહિના માં વીજળી મફત આપે છે તો બીજી સરકાર કેમ નથી આપતી. આ બધી પાર્ટી વિકાસ ની યોજના ની વાત નથી કરતી. ફક્ત કેજરીવાલ પાછળ પડી છે. અમારી સરકાર આવશે તો દોશીઓને જેલ મોકલીશું. હમણાં દારૂના ધંધા ચાલે છે. તે બંધ કરાવીશું. ગુજરાતમાં દારૂના રૂપિયા લઈ રહ્યા છે.