શોધખોળ કરો

રૂપાણી સરકારનો યુ ટર્ન, માસ્ક પહેર્યુ હશે પણ વાહનના દસ્તાવેજ નહીં હોય તો.....

સરકારે આ નિર્ણય ફેરવી તોળીને વાહનના દસ્તાવેજો ન હોય તો 500થી 1000 રૂપિયાનો ઉચ્ચક દંડ વસૂલવા સૂચના આપી છે. જોકે, વાહન જપ્ત નહીં કરવા જણાવ્યું છે. જેના બદલે દંડ વસૂલીને વાહનચાલકને જવા દેવાશે.

ગાંધીનગરઃ રૂપાણી સરકારે બે દિવસ પહેલા લીધેલા વધુ એક નિર્ણયને લઈ યુ ટર્ન લીધો છે. બે દિવસ પહેલા રાજ્ય સરકારે પોલીસ વાહનચાલકો પાસેથી માસ્કના દંડ  સિવાય અન્ય કોઈપણ દંડની વસૂલાત નહીં કરે તેવો નિર્ણય કર્યો હતો.  ટ્રાફિક નિયમ ભંગ કરનારના વાહન પણ ડિટેઈન નહીં કરાય તેમ મુખ્યમંત્રી રૂપાણીએ કેબિનેટની બેઠકમાં હાલ કોરોનાની સ્થિતિને જોતાં RTOમાં થતી ભીડ અટકાવવા આ નિર્ણય  લેવામાં આવ્યો હતો. આ નિર્ણયના માત્ર 48 કલાકમાં જ રૂપાણી સરકારે ગુલાંટ મારી છે.

સરકારે આ નિર્ણય ફેરવી તોળીને વાહનના દસ્તાવેજો ન હોય તો 500થી 1000 રૂપિયાનો ઉચ્ચક દંડ વસૂલવા સૂચના આપી છે. જોકે, વાહન જપ્ત નહીં કરવા જણાવ્યું છે. જેના બદલે દંડ વસૂલીને વાહનચાલકને જવા દેવાશે. માસ્કની અમલવારી માટે સઘન પોલીસ સર્વેલન્સ થઇ રહ્યું છે ત્યારે વાહચાલકોપાસે વાહનના દસ્તાવેજો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતા નથી. આવા સંજોગોમાં આરટીઓના નિયમ અનુસાર વાહનો જપ્ત કરવામાં આવે છે અને તેને છોડાવવાની પ્રક્રિયામાં લાંબો સમય જાય છે. જેથી દસ્તાવેજો ન હોય તેવા ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે 500 રૂ. અને ફોર વ્હીલર માટે 1000 રૂ.નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે.

વાહનોના જરૂરી દસ્તાવેજો 15 દિવસમાં રજૂ કરી શકાશે. આમ સરકારે વધુ એક નિર્ણયમાં ત્રણ દિવસમાં યુ ટર્ન માર્યો છે. હવે નવા નિયમ મુજબ માસ્ક નહીં હોય તો પણ દંડ થશે અને વાહનચાલક પાસે પૂરતા દસ્તાવેજ નહીં હોય તો પણ રૂ.500થી રૂ.1 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે.

રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ રાજ્યમાં પોલીસ અધિકારીઓ કોવિડ-19 સંક્રમણ નિયંત્રણના કડક પગલાંઓ રૂપે મોટર વ્હીકલ એકટ-1988 અન્વયે ડીટેઇન કરાયેલા વાહનો માટે આ ઉચ્ચક દંડ વસૂલ કરી શકશે.

સૌરાષ્ટ્રથી સુરત જાવ છો ? પહેલા વાંચી લો આ સમાચાર, નહીંતર...........

Ahmedabad Corona Cases: ગુજરાતનું વુહાન બનવા જઈ રહ્યું છે આ શહેર, જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો

Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ

Embed widget