શોધખોળ કરો
Advertisement
PM મોદીના માતાએ ટીવી પર જોયો રામ મંદિર ભૂમિ પૂજનનો કાર્યક્રમ, ભક્તિભાવથી હાથ જોડીને પડ્યા નજરે, જુઓ તસવીરો
તસવીરોમાં પીએમ મોદીના માતા હીરાબેન ટીવી સામે શ્રદ્ધાપૂર્વક હાથ જોડીને બેઠા છે અને ભૂમિ પૂજનનો કાર્યક્રમ જોઈ રહ્યા છે.
ગાંધીનગરઃ 5 ઓગસ્ટ 2020નો દિવસ ભારત માટે ઐતિહાસિક રહ્યો. 500 વર્ષ રાહ જોયા બાદ આજથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણની વિધિવત શરૂઆત થઈ. દેશ અને દુનિયાના લોકો પણ તેના સાક્ષી બન્યા. પ્રધાનમંત્રી મોદીના માતાએ ગાંધીનગરમાં ટીવી પર આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. જેની કેટલીક તસવીરો સામે આવી છે.
તસવીરોમાં પીએમ મોદીના માતા હીરાબેન ટીવી સામે શ્રદ્ધાપૂર્વક હાથ જોડીને બેઠા છે અને ભૂમિ પૂજનનો કાર્યક્રમ જોઈ રહ્યા છે. એક તરફ દેશ માટે આ ઐતિહાસિક ક્ષણ હતી તો બીજી તરફ એક મા માટે તેમનો દીકરો રામ મંદિરનું ભૂમિ પૂજન કરતો હોય તેનાથી મોટી વાત શું હોઈ શકે.
પ્રધાનમંત્રી મોદી 28 વર્ષ બાદ અયોધ્યા આવ્યા હતા. શ્રીરામ જન્મભૂમિ જનારા તેઓ પ્રથમ પ્રધાનમંત્રી છે. અયોધ્યા પહોંચ્યા બાદ પીએમ મોદીએ હનુમાનગઢીમાં પૂજા અર્ચના કર્યા હતા. જે બાદ રામજન્મ ભૂમિ પહોંચ્યા અને ભૂમિ પૂજન તથા શિલાન્યાસ કર્યો.
પ્રધાનમંત્રી મોદીએ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન અવસરે સંબોધન કર્યુ હતું. આજે તેમણે જયશ્રી રામના બદલે જય સિયા રામનો નારો લગાવ્યો હતો. આ પહેલા મંદિર આંદોલન સાથે જોડાયેલા નેતા જયશ્રી રામના નારા લગાવતા હતા. પ્રધાનમંત્રી મોદીએ આજે પરંપરાગત ધોતી-કુર્તા પહેર્યા હતા. તેમની સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા.
મોદીએ કહ્યું, ભારતમાં અયોધ્યામાં સુવર્ણ અધ્યાય રચાઈ રહ્યો છે. મંદિરની સાથે ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. રામ મંદિર માટે જે લોકોએ બલિદાન આપ્યુ છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભગવાન રામ વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ ઈન્ડોનેશિયા સહિત વિશ્વના વિવિધ દેશોમાં આજે પૂજનીય છે. રામ મંદિરના નિર્માણથી સમગ્ર અયોધ્યા ક્ષેત્રની અર્થવ્યવસ્થામાં ઉછાળો આવશે.
ગુજરાતમાં આજે 1073 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 66 હજાર 777 પર પહોંચી
પ્રવાસીઓની પસંદગીના આ રાજ્યમાં આવતાં લોકોએ ફરજિયાત 14 દિવસ થવું પડશે ક્વોરન્ટાઈન, જાણો વિગત
રામ મંદિર ભૂમિ પૂજનઃ મોદીએ પૂજા કરી ત્યાં 450 વર્ષ પહેલા મસ્જિદ હતીઃ ઓવૈસી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement