શોધખોળ કરો

રૂપાણી સરકારની પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં થયો બદલાલ, હવે કઈ તારીખે વર્ચ્યુઅલ હાજરી આપશે PM મોદી? 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરી સાથે ૩ ઓગસ્ટે પણ કાર્યક્રમ યોજાશે. પીએમ દિલ્લીથી વર્ચ્યુલી કાર્યક્રમમાં જોડાશે. આ પહેલા 3 ઓગસ્ટના રોજ કેબિનેટના કારણે કોઈ કાર્યક્રમ નહોતો રાખવામાં આવ્યો. 

ગાંધીનગરઃ ગુજરાતની રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી કાર્યક્રમમા બદલાવ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરી સાથે ૩ ઓગસ્ટે પણ કાર્યક્રમ યોજાશે. ગોધરા ખાતે કાર્યક્રમનુ આયોજન થઈ શકે છે. વર્ચ્યુઅલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રાશન વિતરણ કાર્યક્રમ યોજાશે. પીએમ મોદી દિલ્લીથી વર્ચ્યુલી કાર્યક્રમમાં જોડાશે. આ પહેલા 3 ઓગસ્ટના રોજ કેબિનેટના કારણે કોઈ કાર્યક્રમ નહોતો રાખવામાં આવ્યો. 

ગઈ કાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આગામી 7 ઓગસ્ટના રોજ સરકારને 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના સંદર્ભે રાજ્ય સરકાર 9 દિવસ અલગ અલગ કાર્યક્રમો કરી રહી છે. જેના માટે પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રાજ્ય સરકારે આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને આમંત્રણ આપ્યું છે. લગભગ પીએમ અને ગૃહ મંત્રી 9 દિવસો પૈકી કોઈ એક દિવસ માટે સમય ફાળવશે અને વર્ચ્યુલી આ કાર્યક્રમમાં જોડાશે.

ગુજરાતની રૂપાણી સરકારે આરટી-પીસીઆર ટેસ્ટના ભાવમાં કર્યો મોટો ઘટાડો, જાણો હવે કેટલા લેવાશે રૂપિયા?

ગાંધીનગરઃ ગુજરાતની રૂપાણી સરકારે કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટના ભવામાં ઘટાડો કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી કે, હવે ખાનગી લેબમાં આરટી-પીસીઆરટ ટેસ્ટ 400 રૂપિયામાં થશે. અગાઉ ખાનગી લેબમાં 700 રૂપિયા ટેસ્ટ માટેના લેવાતા હતા. દર્દીના ઘરે જઈને ટેસ્ટના ભાવમાં પણ ઘટાડો કરાયો છે. દર્દીના ઘરે આરટી-પીસીઆર ટેસ્ટ માટે 550 રૂપિયા લેવામાં આવશે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં કોરોનાના મફતમાં ટેસ્ટ કરવામાં આવે છે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, હાલ સમગ્ર રાજ્યમા કોરોનાની સ્થિતિ સારી છે. કેસો સતત ઘટી રહ્યા છે. અનેક ક્ષેત્રોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. વેક્સીનેશનનું કામ પણ પુર જોશમાં ચાલી રહ્યું છે. આગામી રવિવારે જેમને બીજો ડોઝ બાકી છે તેવા જ વ્યક્તિઓ માટે સ્પેશ્યલ કેમ્પ કરવામાં આવશે. આ રવિવારે બીજા ડોઝ માટે વેક્સીનેશનની કામગીરી ચાલશે.

તેમણે જણાવ્યું હતું કે, કોર ગ્રુપ મીટીંગમાં ત્રીજી લહેરની સમીક્ષા માટે સતત આયોજન કરી રહ્યા છીએ. દુનિયા અને ભારતના કેટલાક રાજ્યમાં કોરોના કેસો આવી રહ્યા છે. ગુજરાતમાં જરૂરિયાત ઉભી થાય તો તેનું આયોજન કરાઈ રહ્યું છે.1 કરોડ 61 લાખ rtpcr ટેસ્ક કર્યા છે. 91 લાખ જેટલા રેપીડ ટેસ્ટ રાજ્ય સરકારે અત્યાર સુધી કર્યા છે. ખાનગી લેબ મા rtpcr ટેસ્ટ હવે 400 રૂપિયામાં જ ટેસ્ટ કરશે. 300 રૂપિયા નો રાજ્ય સરકારે ઘટાડો કર્યો છે. ખાનગી લેબ ઘરે જઇ મેં ટેસ્ટ કરે તો અત્યાર સુધી 900 રૂપિયા દર હતો જેમા 350 ઘટાડો કર્યા જેથી હવે 550 જ ચાર્જ લઈ શકશે. 

તેમણે ઉમેર્યું હતું કે, એરપોર્ટ પર અત્યાર સુધી 4000 હતો જેમા 1300 નો ઘટાડો કરી ને 2700 ચાર્જ લઇ શકશે. HRTCમા હજાર દર હતો જેમા 500 નો ઘટાડો કરીને 2500 નો દર રહેશે. સીટી સ્કેન મશીનોની રાજ્યમાં વધતી જતી જરૂરિયાતની માંગણીને લઈને વેવ 3 માટે અમે આયોજન કર્યું છે. જિલ્લા કક્ષાની હોસ્પિયલ માટે નવા 17 સીટી સ્કેન મશીનો ખરીદવામાં આવશે. રાજ્યની મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન વસાવવા માટે 82.50 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવશે. સોલા ગાંધીનગર ગોત્રી 3 મેડિકલ કોલેજમાં MRI મશીન ખરીદવા માટેની મજૂરી સરકારે આપી છે. 112 કરોડ રૂપિયા ના અલગ અલગ હોસ્પિટલના મશીનો ખરીદવા રાજ્ય સરકાર મજૂરી આપી છે.સરકારી કર્મચારીઓના અટકાયેલ મોંઘવારી ભથ્થા સંદર્ભે નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, કેન્દ્ર સરકારે જે જાહેરાત કરાઈ છે તેના સવાયા લાભ સાથે રાજ્ય સરકાર કમરચારીઓ માટે ટુક સમય મોંઘવારી ભથ્થાની જાહેરાત કરશે.

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 
ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા મોટો વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ એકસરખો ખર્ચ દેખાડ્યો
ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા મોટો વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ એકસરખો ખર્ચ દેખાડ્યો
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget