હેડ ક્લાર્ક પેપર લીકઃ માતરના પ્રાથમિક શિક્ષકની સંડોવણીની ચર્ચા, ચાલુ શાળાએ ઉઠાવી ગઇ પોલીસ
સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે 23 લાખ રૂપિયા કબ્જે લેવાયા છે
ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કના પેપર લીકની તપાસનો રેલો ખેડા પહોંચ્યો છે. મળતી જાણકારી અનુસાર પેપર લીક કૌભાંડ મામલે માતરની શાળાના શિક્ષક કલ્પેશ પટેલને ચાલુ શાળાએ પોલીસ લઈ ગઈ હોવાની ચર્ચા છે. સાથે જ માતર પ્રાથમિક શાળાના આ શિક્ષક મૂળ પ્રાંતિજ તાલુકા હોવાનું પણ સામે આવ્યું છે. ગઈકાલે સાંજે ચાલુ શાળાએ પોલીસ સિવિલ ડ્રેસમાં આવીને શિક્ષકને લઈ ગયા હતા. જો કે જિલ્લા શિક્ષણ વિભાગ, પોલીસ કે સ્થાનિક પ્રશાસન પાસેથી આ વિશે સત્તાવાર કોઈ જ સમર્થન મળ્યુ નથી. શંકાના આધારે શિક્ષકને પોલીસે લઈ ગઈ હોવાની ચર્ચા છે.
સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે 23 લાખ રૂપિયા કબ્જે લેવાયા છે. આરોપી દર્શન વ્યાસ ના ઘરે તપાસ કરતા 23 લાખ રકમ મળી આવી. આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે.
અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીમાં કોઈ સરકારી કર્મચારી આરોપી નથી. અત્યાર સુધીમાં આઠ આરોપીની ધરપકડ કરાઈ છે. અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે. હજુ પણ કેટલાક નામો સામે આવી શકે છે. પ્રાંતિજ પોલીસ મથકે 11 આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે. 11 આરોપી પૈકી પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આઠ આરોપીને બપોર બાદ પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાશે.
પેપરકાંડના આરોપી
જયેશભાઈ ઇશ્વરભાઈ પટેલ
જશવંતભાઈ હરગોવનભાઈ પટેલ
દેવલ જશવંતભાઈ પટેલ
મહેશકુમાર કમલેશભાઈ પટેલ
ચિંતન પ્રવીણભાઈ પટેલ
કુલદીપકુમાર નલિનભાઇ પટેલ
સતીષ ઉર્ફે હેપ્પી પટેલ
સુરેશભાઇ રમણભાઈ પટેલ
મહેન્દ્રભાઇ એસ. પટેલ
દર્શન કિરીટકુમાર વ્યાસ
ધ્રુવ ભરતભાઇ બારોટ
ગુજરાતના આ શહેરમાં થઈ ઓમિક્રોનની એન્ટ્રી, નવા 2 કેસ નોંધાયા, જાણો વિગતો
Omicron Lockdown: ઓમિક્રોનની ચેઇન તોડવા આ દેશમાં લગાવાશે લોકડાઉન ? જાણો વિગત
Year Ender: આ છે આ વર્ષની T20ની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન, વિરાટ-રોહિતને નથી મળ્યું સ્થાન
Gujarat Corona : ગુજરાતની સ્કૂલોમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, અમદાવાદના 4 વિદ્યાર્થી પોઝિટીવ