શોધખોળ કરો

Loksabha: સાબરકાંઠામાં ઉમેદવાર નહીં બદલાય, CM સાથેની બેઠકમાં સ્પષ્ટ થઇ સ્થિતિ, તમામને અપાઇ આ સૂચનાઓ

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને સાબરકાંઠા બેઠક પર ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે બેઠક યોજાઇ હતી

Sabarkantha Seat 2024: સાબરકાંઠામાં ભડકો વધી રહ્યો છે, ગઇકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાબરકાંઠાની મુલાકાત લીધી છે, અને વન ટૂ વન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. હવે આ મુદ્દે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બેઠક કરી છે. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠામાં ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને લોકસભા બેઠકની ટિકીટ આપી હતી, જોકે, અટકને લઇને વિવાદ થતાં બાદમાં ઉમેદવાર બદલીને શોભના બારૈયાને ટિકીટ આપી હતી. બેઠક પર બે વાર ઉમેદવારો બદલાયા છતાં વિવાદ શમતો નહતો, જેને લઇને હવે સીએમ પટેલ એક્શનમાં આવ્યા અને આજે ગાંધીનગરમાં તેમના નિવાસ સ્થાને પક્ષના તમામ નેતાઓ, ધારાસભ્યો અને આગવાનોને બોલાવીને બેઠક કરી હતી, જેમાં સ્પષ્ટ રીતે સૂચના આપવામાં આવી હતી કે, સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલાશે નહીં, પક્ષના તમામ કાર્યકર્તાઓને સાથે મળીને એકજૂથ થઇને કામ કરવાનું છે. 

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને સાબરકાંઠા બેઠક પર ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે બેઠક યોજાઇ હતી, આ બેઠકમાં સીએમ પટેલ ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહ્યાં હતા. સુત્રો તરફથી આ બેઠકને લઇને માહિતી સામે આવી છે કે, સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર નહીં બદલાય. બેઠકમાં તમામને એકજૂથ થઈ ભાજપ માટે કામ કરવા સૂચના અપાઈ છે. પક્ષ અને ઉમેદવાર વિરૂદ્ધના કાર્યક્રમ બંધ કરવાની સૂચના અપાઇ છે. પક્ષ અને ઉમેદવાર વિરૂદ્ધ નિવેદનો નહીં આપવાની પણ સૂચના અપાઇ છે. 

સુત્રો અનુસાર, ઠાકોર, આદિવાસી નેતાઓને સક્રિયતા વધારવા સૂચના અપાઇ છે, વિવાદાસ્પદ નિવેદનોથી દુર રહેવાની અપાઈ સૂચના અપાઇ છે. આ ઉપરાંત વિવાદોથી દુર રહેવા રમણભાઈ વોરાને સૂચના અપાઈ છે. હર્ષ સંઘવીએ કરેલી મુલાકાતની પણ સમીક્ષા કરાઇ છે. રમીલાબેન,કોટવાલને આદિવાસી સમાજમાં સક્રિય થવાની સૂચના અપાઇ છે. આ બેઠકમાં વી.ડી.ઝાલા, રમણ વોરાને કાર્યકર્તા સાથે સારા વ્યવહારની સૂચના અપાઇ છે. પક્ષ વિરોધી પડદા પાછળની રમત બંધ કરવાની સૂચના અપાઇ છે. ખાસ વાત છે કે, અરવલ્લી અને સાબરકાંઠામાં વિરોધ ખાળવા તમામને સ્પષ્ટ અને કડક સૂચના અપાઇ છે. ભીખાજી ઠાકોરના ગ્રુપને વિરોધ બંધ સૂચના અપાઇ છે. નેતાઓ, કાર્યકર્તાઓ વચ્ચે સંકલન વધારવા સૂચના અપાઇ છે. સાંસદ, ધારાસભ્યોને સંગઠન સાથે સંકલન વધારવા સૂચના અપાઇ છે. 

આ બેઠકમાં પ્રદેશ જિલ્લા સંગઠનના નેતાઓ, જનપ્રતિનિધિઓ, સાંસદ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો, MLA રમણ વોરા, વી.ડી. ઝાલા, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, કલસ્ટર પ્રભારી બાબુ જેબલિયા, પૂર્વ MLA હિતુ કનોડીયા, અશ્વિન કોટવાલ, સાંસદ દિપસિંહ રાઠોડ, રમીલાબેન બારા, અપક્ષ ધારાસભ્ય ધવલસિંહને પણ બોલાવાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવીGujarat Accident News: રફ્તાર પર બ્રેક ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
શું તમને શિયાળામાં કોઈ વ્યક્તિ કે વસ્તુને સ્પર્શ કરવાથી ઈલેક્ટ્રીક શોક લાગે છે? જાણો તેની પાછળનું કારણ
શું તમને શિયાળામાં કોઈ વ્યક્તિ કે વસ્તુને સ્પર્શ કરવાથી ઈલેક્ટ્રીક શોક લાગે છે? જાણો તેની પાછળનું કારણ
ગીઝર બોમ્બની જેમ ફૂટી શકે છે! શું તમે અજાણતાં આ ભૂલ કરી છે? ફટાફટ થઈ જાવ એલર્ટ
ગીઝર બોમ્બની જેમ ફૂટી શકે છે! શું તમે અજાણતાં આ ભૂલ કરી છે? ફટાફટ થઈ જાવ એલર્ટ
ઘર ખરીદતા પહેલા RERA કાર્પેટ એરિયાનું ગણિત સમજી લો, નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બનશો!
ઘર ખરીદતા પહેલા RERA કાર્પેટ એરિયાનું ગણિત સમજી લો, નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બનશો!
Embed widget