ગાંધીનગરમાં SRP જવાને આત્મહત્યા કરી લેતા પોલીસ વિભાગમાં ખળભળાટ
ગાંધીનગર ખાતે આવેલી એસપી ઑફિસમાં ત્યારે અફરા તફરી મચી ગઈ જ્યારે એક SRP જવાને આત્મહત્યા કરી લીધી. મળતી માહિતી પ્રમાણે આત્મહત્યા કરનાર જવાન SRP ગ્રુપ-3માં ફરજ બજાવે છે
ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલી એસપી ઑફિસમાં ત્યારે અફરા તફરી મચી ગઈ જ્યારે એક SRP જવાને આત્મહત્યા કરી લીધી. મળતી માહિતી પ્રમાણે આત્મહત્યા કરનાર જવાન SRP ગ્રુપ-3માં ફરજ બજાવે છે અને ગાંધીનગર એસપી કચેરી ખાતે બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા હતા. જવાને આત્મહત્યા કયા કારણોસર કરી તે હજુ સુધી સામે નથી આવ્યુ. હાલ આ કેસમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં લાગ્યા છે. પોલીસ તપાસ બાદ સામે આવશે ક્યા કારણોસર પોલીસના જવાને જીવન ટૂંકાવ્યું.
આ ઘટના આંગે વિગતે વાત કરીએ તો, આત્મહત્યા કરનાર જવાનનું નામ ધનજીભાઈ પરમાર છે. તેઓને એસપી ઓફીસ ખાતે રહેવા માટેની સગવડ અપવામા આવી હતી. જો કે આજે અચાનક આત્મહત્યા કરી લેતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૃતકે પાસેથી કોઈ સુસાઇડ નોટ પણ મળી આવી નથી. તેથી તેમના આત્મહત્યા કરવા પાછળનું રહસ્ય ઘેરું બન્યું છે. તો બીજી તરફ જવાને અચાનક આવું પગલું ભરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ભુજીયા ડુંગર તળેટી દુષ્કર્મ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ
BHUJ : ભુજના ભુજીયા ડુંગર તળેટીમાં 16 તારીખે બેભાન અને નગ્ન અવસ્થામાં યુવક અને સગીરા મળી આવ્યા હતા.જે અંગે ભુજ બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને સારવાર માટે બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સારવાર બાદ ખુલાસો થયો છે કે, સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું..આ અંગે પોલીસે અલગ અલગ ટીમો બનાવી 4 શખ્સોની ધરપકડ કરી છે.16 તારીખે વાલજી ઉર્ફે કિશન સગીરાને લલચાવી ભુજીયા ડુંગર નજીક એક વાડામાં લઇ આવ્યો હતો.જ્યાં અન્ય આરોપીઓ પણ હાજર હતા.સગીરાની ફરીયાદના આધારે તેને નશાયુક્ત વસ્તુ પીવડાવવામાં આવી હતી.ત્યાર બાદ તે બેભાન થતા દુષ્કર્મ આચરવામાં આવ્યું. પોલીસે હુસૈન કકલ, રાહુલ સથવારા, કિશન દેવીપૂજક, મહેશ મહેશ્વરીની ધરપકડ કરી 10 દિવસના રીમાંડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
16 તારીખે કિશોરી અર્ધનગ્ન હાલતમાં મળી હોવાની માહિતીના આધારે પોલીસે તપાસ કરી કિશોરીને સારવાર માટે ખસેડી હતી. અને તે સ્વસ્થ થયા બાદ તેની ફરીયાદના આધારે તેને ફોસલાવી લાવનાર તથા અન્ય 3 શખ્સો સામે બળાત્કાર સહિતની કલમો તળે ફરીયાદ નોંધી હતી. બે દિવસની તપાસમા હવે સામે આવ્યુ છે કે તેની સાથે સામુહીક દુષ્કર્મ થયુ છે જેથી ફરીયાદમાં તેનો ઉમેરો કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ચકચારી એવા કિસ્સામાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી 4 આરોપીને ઝડપી પાડ્યા છે.
16 તારીખે વાલજી ઉર્ફે કિસન કિશોરી ને લલચાવી ભુજીયા ડુંગર નજીક એક વાડામાં લઇ આવ્યો હતો. જ્યા અન્ય આરોપીઓ પણ હાજર હતા. કિશોરીની ફરીયાદના આધારે તેને નશાયુક્ત વસ્તુ પિવડાવાઇ હતી. પરંતુ ત્યાર બાદ તે બેભાન હોવાની ફરીયાદ આપી હતી. જે આધારે તપાસ કરતા હુસૈન અલીમામદ કકલ, રાહુલ અનિલ સથવારા,વાલજી ઉર્ફે કિસન દેવીપુજક, તથા મહેશ નવીન મહેશ્વરીની સંડોવણી ખુલી છે. પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે વાલજી ઉર્ફે કિસન દેવીપુજક તથા હુસૈન કકલએ કિશોરી પર દુષ્ક્રમ ગુજાર્યુ હતુ અને ત્યાર બાદ ફરાર થઇ ગયા હતા. તમામ આરોપીના 10 દિવસના રીમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાધ ધરી છે. પોક્સો એક્ટની વિવધ કલમો સાથે સામુહિક દુષ્કર્મ કલમનો ઉમેરો કરવામાં આવશે.