શોધખોળ કરો

ગુજરાતના વધુ એક જિલ્લામાં થઈ કોરોનાની એન્ટ્રી, બે કેસ આવ્યા પોઝિટિવ

આજે ભેંસાણમાં બે કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે. ભેંસાણ CHC સેન્ટરની બે વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યા છે. જૂનાગઢ DDO પ્રવીણ ચૌધરીએ ટેલીફોનીક માહિતી આપી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં 33 જિલ્લામાંથી 31 જિલ્લા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જૂનાગઢ અને અમરેલી જિલ્લાના કોરોના મુક્ત રહ્યા હતા. જોકે, આજે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના બે કેસો સામે આવતાં હવે ફક્ત અમરેલી જિલ્લો જ કોરોના મુક્ત રહ્યો છે. આજે ભેંસાણમાં બે કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે. ભેંસાણ CHC સેન્ટરની બે વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યા છે. જૂનાગઢ DDO પ્રવીણ ચૌધરીએ ટેલીફોનીક માહિતી આપી છે. હાલ જૂનાગઢ ગ્રીન ઝોનમાં છે, ત્યારે બે કેસ આવતા તંત્ર દોડતું થયું છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 5804 કેસો નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 4076 કેસો નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં 319 લોકોના મોત થયા છે. જ્યારે 1195 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોના વાયરસનો કહેર થમી નથી રહ્યો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 376 નવા કેસ નોંધાયા છે જ્યારે 29 દર્દીઓના મોત થયા છે. આજે 153 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 5804 પર પહોંચી છે અને મૃત્યુઆંક 319 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નોંધાયેલા કુલ કેસ પૈકી માત્ર અમદાવાદમાં 259 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આણંદમાં -1, ભાવનગરમાં 21, બનાસકાંઠામાં 3, બોટાદમાં 3, દાહોદ 6, ગાંધીનગર 7, જામનગર 3,પંચમહાલ 7,રાજકોટ 3, સુરત 20, વડોદરા 35, મહીસાગર 3, ખેડા 3 અને સાબરકાંઠા 2 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 29 લોકોનાં મોત થયા છે. જેમાંથી 16નાં મોત પ્રાથમિક રીતે કોવિડ19નાં કારણે જ્યારે 13નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 29 મોતમાંથી અમદાવાદમાં-26, સુરતમાં-1 અને વડોદરામાં 2 મોત થયા છે. કુલ મૃત્યુઆંક 319 પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 5804 કોરોના કેસમાંથી 25દર્દી વેન્ટિલેટર પર છે અને 4265 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1195 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 84648 ટેસ્ટ થયા જેમાંથી 5804 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં મચી ગઇ નાસભાગ, 2નાં કરૂણ મૃત્યુ, ત્રણનું રેસ્ક્યુ
અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં મચી ગઇ નાસભાગ, 2નાં કરૂણ મૃત્યુ, ત્રણનું રેસ્ક્યુ
આકરા તાપને લઈને રાજ્ય સરકાર એક્શનમાં, મુખ્યમંત્રીએ બેઠક યોજી ઉચ્ચ અધિકારીઓને આપ્યો આ આદેશ
આકરા તાપને લઈને રાજ્ય સરકાર એક્શનમાં, મુખ્યમંત્રીએ બેઠક યોજી ઉચ્ચ અધિકારીઓને આપ્યો આ આદેશ
Israel Attack on Iran: ઇઝરાયલના હુમલા બાદ ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ, અનેક ફ્લાઇટ્સ રદ
Israel Attack on Iran: ઇઝરાયલના હુમલા બાદ ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ, અનેક ફ્લાઇટ્સ રદ
Lok Sabha Election First Phase 10 Facts: લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન, જાણો ફર્સ્ટ ફેઝની  મહત્વની 10 મોટી વાતો
Lok Sabha Election First Phase 10 Facts: લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન, જાણો ફર્સ્ટ ફેઝની મહત્વની 10 મોટી વાતો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Bharuch | પાંચબત્તી વિસ્તારમાં ભરઉનાળે વીજળી ન મળતા લોકો કંટાળ્યા અને પછી તો.... જુઓ વીડિયોમાંMehsana | BJPની સભામાં અવધ કિશોર મહારાજે ધર્મ આધારિત ભાષણ આપતા નોંધાઈ ફરિયાદSurat |સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં કોન્ટ્રાક્ટરે તોડફોડ કરીને માર્યા તાળા, કોની કોની સામે નોંધાઈ ફરિયાદ?Patan | ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝાટકો, 150થી વધુ કાર્યકરો જોડાયા ભાજપમાં Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં મચી ગઇ નાસભાગ, 2નાં કરૂણ મૃત્યુ, ત્રણનું રેસ્ક્યુ
અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં મચી ગઇ નાસભાગ, 2નાં કરૂણ મૃત્યુ, ત્રણનું રેસ્ક્યુ
આકરા તાપને લઈને રાજ્ય સરકાર એક્શનમાં, મુખ્યમંત્રીએ બેઠક યોજી ઉચ્ચ અધિકારીઓને આપ્યો આ આદેશ
આકરા તાપને લઈને રાજ્ય સરકાર એક્શનમાં, મુખ્યમંત્રીએ બેઠક યોજી ઉચ્ચ અધિકારીઓને આપ્યો આ આદેશ
Israel Attack on Iran: ઇઝરાયલના હુમલા બાદ ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ, અનેક ફ્લાઇટ્સ રદ
Israel Attack on Iran: ઇઝરાયલના હુમલા બાદ ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ, અનેક ફ્લાઇટ્સ રદ
Lok Sabha Election First Phase 10 Facts: લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન, જાણો ફર્સ્ટ ફેઝની  મહત્વની 10 મોટી વાતો
Lok Sabha Election First Phase 10 Facts: લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન, જાણો ફર્સ્ટ ફેઝની મહત્વની 10 મોટી વાતો
Lok Sabha Election 2024 Live Update :લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં પહેલા અઢી કલાકમાં કેટલા ટકા થયું મતદાન જાણો ટકાવારી
Lok Sabha Election 2024 Live Update : લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં પહેલા અઢી કલાકમાં કેટલા ટકા થયું મતદાન જાણો ટકાવારી
ચૂંટણી ફરજ દરમિયાન નવસારીના પ્રોફેસરનું હાર્ટ એટેકથી મોત
ચૂંટણી ફરજ દરમિયાન નવસારીના પ્રોફેસરનું હાર્ટ એટેકથી મોત
ઈઝરાયેલ-ઈરાન તણાવને કારણે શેરબજાર ધડામ.... ખુલતા જ સેન્સેક્સ-નિફ્ટીમાં જંગી કડાકો
ઈઝરાયેલ-ઈરાન તણાવને કારણે શેરબજાર ધડામ.... ખુલતા જ સેન્સેક્સ-નિફ્ટીમાં જંગી કડાકો
ઈઝરાયેલનો ઇરાન પર વળતો પ્રહાર, અનેક શહેરો પર છોડી મિસાઈલ, જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા
ઈઝરાયેલનો ઇરાન પર વળતો પ્રહાર, અનેક શહેરો પર છોડી મિસાઈલ, જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા
Embed widget