શોધખોળ કરો

ગુજરાતના આ જિલ્લામાં માત્ર બે કલાકમાં 3 ઈંચ વરસાદ તુટી પડ્યો, બીજા કયા જિલ્લામાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો

પાંચ દિવસના વિરામ બાદ રવિવારે ફરીથી ઉત્તર ગુજરાત અને અમરેલી સહિતના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમા વરસાદ તુટી પડ્યો હતો. બે કલાકમાં જેમાં સૌથી વધુ વરસાદ અંબાજીમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો

પાંચ દિવસના વિરામ બાદ રવિવારે ફરીથી ઉત્તર ગુજરાત અને અમરેલી સહિતના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમા વરસાદ તુટી પડ્યો હતો. બે કલાકમાં જેમાં સૌથી વધુ વરસાદ અંબાજીમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો જેને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વીજળી પડવાથી 4 લોકોનાં મોત નિપજ્યાં હતાં જ્યારે ખાંભામાં 1 વ્યક્તિનું મોત થયું હતું. રવિવારે ઉત્તર ગુજરાતમાં ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં અંબાજીમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં વીજળી પડવાથી 4 લોકોના અને ઝાડ પડવાથી એક બાઇકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે સૌરાષ્ટ્રમાં વીજળી પડતાં એકનું મોત થયું હતું. મહેસાણા જિલ્લામાં ઊંઝા અને ખેરાલુમાં દોઢ, મહેસાણા, વિસનગર અને વિજાપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત પાટણ જિલ્લામાં સિદ્ધપુરમાં એક તેમજ હારિજ અને ચાણસ્મામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં દાંતા-અંબાજીમાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તા પર નદીની જેમ પાણી વહી રહ્યું હતું. ભારે વરસાદને કારણે અંબાજીમાં વાહનો પણ પાણીમાં તણાયા હોય તેવી દ્રસ્યો સામે આવ્યા હતાં. ભિલોડામાં એક કલાકમાં એક અને ઈડરમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબકતાં નદી-નાળા બે કાંઠે વહેતા થયા હતાં. આ ઉપરાંત ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં ધરોઈ ડેમના બે દરવાજા પણ ખોલવામાં આવ્યા હતાં. ગીરગઢડામાં બે કલાકમાં 2 ઈંચ વરસાદ થયો હતો. જ્યારે ઝુડવડલી, સીમાસી, કાણકીયા, આંબાવડ, રેવદમાં અઢીથી 3 ઇંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત ગીર જંગલના ઉપરવાસમાં 3 ઇંચ જયારે સાવરકુંડલા અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. અરબી સમુદ્રમાં લો પ્રેશર સાથે સાઇક્લોનિક સરક્યુલેશનથી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. રવિવારે ખાંભા પંથકમાં ધોધમાર 3 ઈંચ વરસાદ તુટી પડતાં નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે અંબાજીમાં પણ 3 ઈંચ વરસાદ વરસતા રસ્તા પર નહી વહેતી થઈ હતી જેના કારણે રસ્તા પર પાણીના ધમસમતા પ્રવાહમાં વાહનો તણાતા હોય તેવી દ્રશ્યો સર્જાયા હતાં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા

Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?

Embed widget