ગુજરાતના મંત્રીએ MLA ક્વાર્ટરમાં પોતાની સાથે શરીર સુખ માણ્યાનો યુવતીનો આક્ષેપ, CM સામે આત્મવિલોપનની ચીમકી......
આ મહિલાએ મંત્રીએ ભૂતકાળમાં ગાંધીનગરના એમએલએ ક્વાર્ટરમાં બોલાવીને શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ગજેન્દ્રસિંહે પત્ની તરીકેનો હક્ક આપવાનું કહીને તેની સાથે સંબંધ બાંધ્યા હતા.
સાબરકાંઠાઃ પ્રાંતિજના ધારાસભ્ય અને અન્ન નાગરિક પુરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર સામે મહિલાનું શોષણ કરવાનો આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો છે. મહિલાએ જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલને ફોન કરી આત્મવિલોપન કરવાની ચિમકી આપ્યાની ઓડીયો ક્લીપ સામે આવી છે.
શનિવારે હિમતનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ દરમ્યાન આત્મવિલોપન કરવાની ચિમકી આપી હતી. મુખ્ય પ્રધાનને ગજેન્દ્રસિંહ પરમાર અને હિતેષ પટેલ વિરુદ્ધની રજૂઆત કરવાની ઈચ્છા દર્શાવી હતી. જો રજૂઆત નહી સાંભળે તો આત્મવિલોપન કરવાની ચિમકી આપી હતી.
હિતેષ પટેલે સમાધાન કરવાના બહાને પીડિત મહિલાના નામે ૮૦ લાખ પડાવી લીધાનો ઓડિયો ક્લિપમાં આક્ષેપ થયો છે. હિતેષ પટેલ પ્રદેશ ભાજપના કિસાન મોરચાના અધ્યક્ષ છે. આ મહિલાએ મંત્રીએ ભૂતકાળમાં ગાંધીનગરના એમએલએ ક્વાર્ટરમાં બોલાવીને શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. મહિલાનો આક્ષેપ છે કે, ગજેન્દ્રસિંહે પત્ની તરીકેનો હક્ક આપવાનું કહીને તેની સાથે સંબંધ બાંધ્યા હતા. આ અંગે થોડા મહિના પહેલા વિવાદ થયો હતો. મહિલાએ મુખ્યમંત્રીને રજૂઆત કરવા પ્રયાસ કર્યો હતો. જોકે, તેમાં સફળ ન થતાં મહિલાએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતાં ફરીથી ગજેન્દ્રસિંહ વિવાદમાં સપડાયા છે.