શોધખોળ કરો

યુવરાજ સિંહ જાડેજાની પોલીસે કરી અટકાયત, જાણો વધુ વિગતો

આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાની  ગાંધીનગર પોલીસે અટકાયત કરી છે.  પોલીસ સાથે ઝપાઝપી કરતા યુવરાજસિંહની  અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગાંધીનગર:   આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાની  ગાંધીનગર પોલીસે અટકાયત કરી છે.  પોલીસ સાથે ઝપાઝપી કરતા યુવરાજસિંહની  અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિદ્યાસહાયકોની ભરતીના ચાલી રહેલા વિવાદ મુદ્દે યુવરાજસિંહની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. 

ગાંધીનગરમાં સતત બીજા દિવસે વિદ્યાસહાયક ઉમેદવારોએ વિરોધ કર્યો છે.   આજે સચિવાલયના ગેટ નંબર 4 આગળ વિદ્યાસહાયક ઉમેદવારો રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો. જ્યારબાદ પોલીસે તમામની અટકાયત કરી છે. આ સમયે એક મહિલા ઉમેદવાર બેભાન થઈ ગયા હતા.  ગઈકાલે પણ વિદ્યાસહાયક ઉમેદવારોએ સચિવાલયના ગેટ નંબર 1 પર વિરોધ નોંધાવ્યો હતો.  વિદ્યાસહાયક ઉમેદવારોની માંગ છે કે, ફક્ત 3 હજાર 300 જગ્યા પર ભરતી નહીં  પરંતુ મહેકમ પ્રમાણે 12500 જગ્યા પર ભરતી કરવામાં આવે. 

ભરતીને લઈ વિદ્યા સહાયક ઉમેદવારોમાં આક્રોશ યથાવત

ભરતીને લઈ વિદ્યા સહાયક ઉમેદવારોમાં આક્રોશ યથાવત છે.  મોટી સંખ્યામાં વિદ્યાસહાયક ઉમેદવારો સોમવારે પાટનગર ગાંધીનગર પહોંચ્યા હતા. સચિવાલય બહાર ધરણાં પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા.  તેમની માંગ હતી કે ફક્ત 3 હજાર 300 જગ્યા પર ભરતી નહીં પરંતુ  મહેકમ પ્રમાણે સાડા બાર હજાર જગ્યા પર ભરતી કરવામાં આવે. ધરણાં પર બેઠી વિદ્યાસહાયક મહિલા ઉમેદવારોની પોલીસે જ્યારે અટકાયત કરી  તો તે ભાવૂક થઈ ગઈ. આ તરફ કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે પ્રાથમિક શાળામાં 20 હજાર શિક્ષકોની ઘટ છે. તેમ છતાં સરકાર ભરતી નથી કરતી.

વિદ્યાસહાયકોની ભરતી અંગે કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સોમવારે નિવેદન આપતા કહ્યું હતું કે, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 20 હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે તેમ છતા માત્ર 3300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે.   RTEનો અમલ કરવામાં આવે તો 30 હજાર શિક્ષકોની ઘટ છે.  4 વર્ષથી ભરતી કરવામાં નથી આવી, લાંબી લડાઈ પછી માત્ર 3300 જગ્યા ભરવાની સરકારે જાહેરાત કરી છે.  700 શાળાઓ 1 શિક્ષકથી ચાલે છે. જ્યારે  47 હજારથી વધારે ટેટ ટાટ પાસ ઉમેદવારો બેરોજગાર છે.  10 હજાર વિદ્યાસહકોની ભરતી કરવા કોંગ્રેસની માંગ છે.

ટોપ સ્ટોરી

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
Embed widget