આ જીવલેણ રોગના વધતાં કેસે વધારી ચિંતા, મહારાષ્ટ્રમાં નોંધાયા 225 કેસ, હેલ્થ ડિપાર્ટમેન્ટે આપી ચેતાવણી
Guillain-Barré Syndrome: ગુઇલેન બેરે સિન્ડ્રોમ એ એક ઓટો ઇમ્યૂન ડિસઓર્ડર છે જેમાં આપણી રોગપ્રતિકારક શક્તિ આપણા પોતાના ચેતાતંત્ર પર હુમલો કરે છે.

Guillain-Barré Syndrome: ગુઇલેન બેરે સિન્ડ્રોમે મહારાષ્ટ્રમાં હાહાકાર મચાવ્યો છે. આ રોગથી પીડિત લોકોની સંખ્યા દરરોજ ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં આવા 225 કેસ નોંધાયા છે. તેમાંથી 197 લોકો આ રોગથી પીડિત હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે 28 લોકો શંકાસ્પદ છે. પુણે શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ છે. અહીંથી 90% થી વધુ કેસ નોંધાયા છે. તેને ધ્યાનમાં રાખીને પુણે આરોગ્ય વિભાગ પણ ઘણા પગલાં લઈ રહ્યું છે.
આ બીમારીને કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. જેમાંથી છ લોકોના મોતનું કારણ આ રોગ હોવાનું પુષ્ટિ મળી છે, જ્યારે છ મૃત્યુ શંકાસ્પદ છે. નોંધાયેલા 225 કેસમાંથી 179 દર્દીઓ સ્વસ્થ થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 24 દર્દીઓ હજુ પણ ICUમાં છે, જ્યારે 15 દર્દીઓની હાલત વધુ ખરાબ છે અને તેઓ વેન્ટિલેટર પર છે.
પુણેમાં આ રોગના પ્રકોપે ચિંતા વધારી છે. અત્યાર સુધીમાં, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 46 કેસ, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ઉમેરાયેલા નવા ગામોમાંથી 95, પુણેને અડીને આવેલા પિંપરી ચિંચવડમાંથી 33, પુણે ગ્રામીણમાંથી 37 અને અન્ય જિલ્લાઓમાંથી 14 કેસ નોંધાયા છે. આ રોગ બાળકો અને વૃદ્ધોમાં એકસરખો ફેલાય છે. 0 થી 9 વર્ષની વયજૂથમાં 26 કેસ નોંધાયા છે, જ્યારે 60 થી 69 વર્ષની વયજૂથમાં કેસની સંખ્યા પણ 21 છે. યુવાનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. 20 થી 29 વર્ષની વયના 46 યુવાનો આ રોગનો ભોગ બન્યા છે.
આ રોગ શું છે?
ગુઇલેન બેરે સિન્ડ્રોમ એ એક ઓટો ઇન્યૂન ડિસઓર્ડર જેમાં આપણી રોગપ્રતિકારક શક્તિ આપણી પોતાની ચેતાતંત્ર પર હુમલો કરે છે. આમાં, સ્નાયુઓમાં નબળાઇ આવે છે અને લકવો પણ થાય છે.
પુણે આરોગ્ય વિભાગ એક્શનમાં
પુણે અને તેની આસપાસના વિસ્તારોમાંથી આ રોગના કેસ વધતા આ દુર્લભ રોગને કારણે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. પુણેના આરોગ્ય વિભાગે અધિકારીઓને એલર્ટ કરી દીધા છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી 7,262 પાણીના નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ પ્રવૃતિ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત લગભગ 90 હજાર ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. ખાનગી પ્રેક્ટિશનરોને પણ શક્ય તેટલી વહેલી તકે જાહેર આરોગ્ય અધિકારીઓને શંકાસ્પદ GBS કેસની જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત લોકોને શુદ્ધ પાણી પીવા અને શક્ય હોય તો તેને ઉકાળીને ઠંડુ કરીને પાણી પીવાની અપીલ કરવામાં આવી રહી છે. લોકોને તાજો ખોરાક ખાવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. લોકોને ઓછા રાંધેલા ખોરાક ખાવાનું ટાળવા માટે કહેવામાં આવી રહ્યું છે, ખાસ કરીને ચિકન અને મટન, તેમને સંપૂર્ણ રીતે રાંધેલા ખાવાની સલાહ આપવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
