શોધખોળ કરો

ગુજરાતમાં ઘાતક બન્યો કોરોનાઃ રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 192 લોકોએ ગુમાવ્યો જીવ, અમદાવાદમાં સ્થિતિ ખરાબ

ગુજરાતમાં મૃત્યુઆંક ૨૫ એપ્રિલે ૬ હતો જે હવે ૨૯ જ્યારે અમદાવાદમાં મૃત્યુઆંક ૪ હતો તેમાંથી વધીને ૨૬ થયો છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વધુને વધુ ઘાતક બની રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૯ સાથે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક ૩૧૯ થઇ ગયો છે. આ પૈકી છેલ્લા ૧૦ દિવસમાં જ ૧૯૨ના મોત થયા છે. આમ, કુલ મૃત્યુના ૬૦ ટકા છેલ્લા ૧૦ દિવસમાં જ નોંધાયા છે. હોટ સ્પોટ બની ચૂકેલા અમદાવાદમાં પણ દિવસેને દિવસે સ્થિતિ ગંભીર થતી જઈ રહી છે. અમદાવાદમાં કુલ ૨૩૪ના મૃત્યુ થયા છે અને તેમાંથી ૬૮.૮૦%  છેલ્લા ૧૦ દિવસમાં જ થયેલા છે. છેલ્લા પાંચ દિવસની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી ૧૨૨ જ્યારે અમદાવાદમાંથી ૧૦૦ વ્યક્તિના કોરોનાને કારણે મોત થયા છે. ગુજરાતમાં અત્યારસુધી કોરોનાથી નોંધાયેલા કુલ મૃત્યુના ૭૩.૩૦% માત્ર અમદાવાદમાં જ છે. છેલ્લા ૧૦ દિવસની સ્થિતિ જોવામાં આવે તો ગુજરાત અને અમદાવાદમાં પણ મૃત્યુઆંકમાં પાંચથી છ ગણો વધારો થયો છે. ગુજરાતમાં મૃત્યુઆંક ૨૫ એપ્રિલે ૬ હતો જે હવે ૨૯ જ્યારે અમદાવાદમાં મૃત્યુઆંક ૪ હતો તેમાંથી  વધીને ૨૬ થયો છે. છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં ૨૦થી વધુ વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવી રહ્યા છે. ગુજરાતમાં અત્યારસુધીના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૫૮૦૪ છે. જેમાંથી ૨૫ વેન્ટિલેટર પર જ્યારે ૪૨૬૫ સ્ટેબલ છે. અત્યારસુધી ૧૧૯૫ વ્યક્તિએ કોરોનાને પરાસ્ત કરેલો છે. અમદાવાદના ૩૩માંથી ૩૧ જિલ્લામાં કોરોનાનો પગપેસારો થયેલો છે. આ ઉપરાંત ૧૬ જિલ્લામાં કોરોનાથી ઓછામાં ઓછી એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે. દેશના જે રાજ્યોમાં કોરોનાથી ૫૦થી વધુ મૃત્યુ થયા હોય તેના મૃત્યુદરમાં ગુજરાત ૫.૫૦ ટકા સાથે ત્રીજા સ્થાને છે. આ યાદીમાં પશ્ચિમ બંગાળ ૧૦.૫૦  ટકા સાથે મોખરે છે. પશ્ચિમ બંગાળમાં નોંધાયેલા કોરોનાના ૧૨૫૯ કેસમાંથી ૧૩૩ના મૃત્યુ થયેલા છે. મધ્ય પ્રદેશ ૫.૫૬ ટકાના મૃત્યુ દર સાથે બીજા સ્થાને છે. મહારાષ્ટ્ર કોરોનાથી મૃત્યુને મામલે ટોચના સ્થાને છે પણ મૃત્યુદર મામલે ચોથા સ્થાને છે. મહારાષ્ટ્રમાં કુલ ૧૨૯૭૪ કેસમાંથી ૫૪૮ના મૃત્યુ થયા છે અને તેનો મૃત્યુદર ૪.૨૩ ટકા છે. કયા રાજ્યોમાં કોરોનાથી વધુ મૃત્યુ દર? રાજ્ય                 કેસ              મૃત્યુ     મૃત્યુદર પશ્ચિમ બંગાળ   ૧૨૫૯         ૧૩૩   ૧૦.૫૦ મધ્ય પ્રદેશ       ૨૮૩૭          ૧૫૬   ૫.૫૬ ગુજરાત           ૫૮૦૪            ૩૧૯   ૫.૫૦ મહારાષ્ટ્ર          ૧૨૯૭૪        ૫૪૮   ૪.૨૩ રાજસ્થાન         ૩૦૧૬           ૭૫     ૨.૪૮ દિલ્હી                ૪૫૪૯           ૬૪     ૧.૪૯ (* મૃત્યુઆંક ૫૦થી વધુ હોય તેવા રાજ્યો.) છેલ્લા ૧૦ દિવસમાં નોંધાયેલા મૃત્યુ? તારીખ            ગુજરાત        અમદાવાદ ૨૫ એપ્રિલ        ૦૬               ૦૪ ૨૬ એપ્રિલ       ૧૮                ૧૮ ૨૭ એપ્રિલ       ૧૧                ૦૫ ૨૮ એપ્રિલ       ૧૯                ૧૯ ૨૯ એપ્રિલ       ૧૬               ૧૪ ૩૦ એપ્રિલ       ૧૭               ૧૫ ૧ મે                  ૨૨              ૧૬ ૨ મે                 ૨૬              ૨૦ ૩ મે                 ૨૮             ૨૩ ૪ મે                  ૨૯            ૨૬ કુલ                 ૧૯૨         ૧૬૦
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Embed widget