શોધખોળ કરો
આખરે ડર હતો તે જ થયું, શાળા ખૂલ્યાના પ્રથમ દિવસે કેશોદમાં 11 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ
રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ કેશોદ કે.એ.વણપરીયા સંકુલમાં ધો. 10 અને 12ના વર્ગો આજથી શરૂ થયા હતા. જો કે પ્રથમ દિવસે શાળાના 11 વિદ્યાર્થીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.

કેશોદમાં કે.એ.વણપરીયા સંકુલની માધ્યમિક શાળામાં એક સાથે 11 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ માધ્યમિક શાળામાં ધોરણ 10 અને 12 ક્લાસ શરૂ કરવામાં આવ્યાં છે. કે.એ. વણપરીયામાં કોરોના રેપીડ એન્ટીજન્ટ કરવામાં આવ્યાં હતા. જેમાંથી 11 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. એક શાળાના 11 વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. આરોગ્ય વિભાગના અધિકારી શાળા ખાતે પહોચ્યાં હતા અને કોરોના ગ્રસ્ત વિદ્યાર્થીઓને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યાં હતા. કેશોદમાં કે.એ.વણપરીયા સંકુલમાં આજથી ઘો.10 અને 12ના ક્લાસ શરૂ કરાયા હતા. ક્લાસ શરૂ કરતા પહેલા વિદ્યાર્થીઓના એન્ટીજન્ટ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. શાળા શરૂ થયાના પહેલા જ દિવસે એકસાથે 11 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા વાલીમાં ચિતા વધી ગઇ છે. કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓના વાલીને આ મુદ્દે જાણ કરી દેવાઇ હતી અને સમગ્ર સંકુલમાં સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરાઇ છે.
વધુ વાંચો





















