શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં આજે 1128 દર્દીઓ સ્વસ્થ થયા, રિકવરી રેટ 90.47 ટકા
રાજ્યમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે. નવેમ્બર મહિનાના પ્રથમ દિવસે રાજ્યમાં કોરોના વાયરસના 860 નવા કેસ નોંધાયા છે, જેની સામે આજે 1128 દર્દીઓને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે. નવેમ્બર મહિનાના પ્રથમ દિવસે રાજ્યમાં કોરોના વાયરસના 860 નવા કેસ નોંધાયા છે, જેની સામે આજે 1128 દર્દીઓને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,57,247 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 12,833 એક્ટિવ કેસ છે, 56 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,777 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,73,804 પર પહોંચી છે.
રાજ્યમાં આજે વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3724 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, પાટણમાં 1, વડોદરામાં 1, સુરત કોર્પોરેશનમાં 1 મળી 5 લોકોનાં કરૂણ મોત થયા હતા.
રાજ્યમાં આજે કુલ 1128 દર્દી સાજા થયા હતા અને 51,084 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 61,04,931 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.47 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement