શોધખોળ કરો
Advertisement
Pics: જામખંભાળિયામાં માત્ર બે કલાકમાં 12 ઈંચ તો 24 કલાકમાં 19 ઈંચ વરસાદ ખાબક્યો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે એમાં પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રવિવારે દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં આભ ફાટ્યું.
દ્વારકા: છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે એમાં પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રવિવારે દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં આભ ફાટ્યું હતું. જામખંભાળિયામાં ફક્ત બે જ કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને 8 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને લઈને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.
જામખંભાળિયામાં જોત જોતામાં એટલે કે બે કલાકમાં અનરાધાર 12 ઈંચ વરસાદ તુટી પડ્યો હતો. જેને કારણે દુકાનો, મકાનો સહિતના નીચાણવાણા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતાં. ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ ઉપરાંત જામખંભાળિયાના ચાંદાની મસ્જિદ નજીકના રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતાં. જ્યારે શહેરના દત્તાણીનગર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થતાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતાં. જ્યારે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
જામખંભાળિયામાં 18 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયા હતા જેના દ્રશ્યો સામે આવ્યા હતા.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસાદે માજા મુકી હોય તેવું લાગી રહ્યું હતું. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion