શોધખોળ કરો
Covid19: ગુજરાતમાં આજે કુલ 1568 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી, રિકવરી રેટ 91.56 ટકા
રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4095 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1568 દર્દી સાજા થયા હતા.
![Covid19: ગુજરાતમાં આજે કુલ 1568 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી, રિકવરી રેટ 91.56 ટકા 1568 patients recovered in the state today Covid19: ગુજરાતમાં આજે કુલ 1568 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી, રિકવરી રેટ 91.56 ટકા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/07204716/covid-test.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગરઃ રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1380 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4095 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1568 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 91.56 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 201580 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ 14,493 એક્ટિવ કેસ છે, જ્યારે 201580 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 81 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,412 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,20,168 પર પહોંચી છે.
રાજ્યમાં આજે કુલ 1568 દર્દી સાજા થયા હતા અને 68868 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 83,10,558 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.56 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)