શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ વિસ્તારમાં આભ ફાટ્યું? કયા-કયા વિસ્તારોમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો આ રહ્યા લેટેસ્ટ આંકડા
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ઉમરપાડામાં 12 ઈંચ જેટલસો વરસાદ ખાબક્યો હતો. જેના કારમે સમગ્ર જગ્યાએ પાણી જ પાણી જોવા મળ્યું હતું.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. દક્ષિણ ગુજરાતના ડાંગમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ઉમરપાડામાં 16 ઈંચ જેટલસો વરસાદ ખાબક્યો હતો. જેના કારમે સમગ્ર જગ્યાએ પાણી જ પાણી જોવા મળ્યું હતું.
છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 16 ઈંચ, નર્મદાના ડેડિયાપાડા અને સાગબારામાં 6 ઈંચ, સુરતના બારડોલીમાં સવા પાંચ ઈંચ, માંડવીમાં 5 ઈંચ, ડાંગમાં 5 ઈંચ, વલસાડના ધરમપુરમાં સવા ચાર ઈંચ, બોટાદના ગઢડામાં સવા ચાર ઈંચ અને તાપીના સોનગઢ, નવસારીના ખેરગામ અને ડાંગના વઘાઈમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદે શરૂ કરેલી ધમાકેદાર બેટિંગથી નદીઓ ગાંડીતૂર બની છે. ડાંગમાં ભારે વરસાદને કારણે ડુંગરોમાંથી પાણીના ધોધ વહી રહ્યાં હતાં. આ ઉપરાંત ભારે વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.
આજે વહેલી સવારથી જ સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાત, સુરત અને ડાંગ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે અમુક જગ્યાએ બે ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેને લઈને અનેક જગ્યાએ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
આ ઉપરાંત મધ્ય પ્રદેશમાંથી ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું જેના કારણે નર્મદા ડેમમાંથી 6 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા નદીમાં પાણી છોડાંતા કાંઠા વિસ્તારોના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જ્યારે નાગરિકોને નદી કિનાર ન જવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે વધુ 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion